વાર્ષિક રંગોત્સવ અને લાડલી મહોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 14:33:25
  • Views : 367
  • Modified Date : 2020-03-12 14:33:25

વાર્ષિક રંગોત્સવ અને લાડલી મહોત્સવ યોજાયો

સમગ્ર વિશ્વમાં જ્યારે ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ મહિલા સશક્તિકરણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે છેલ્લાં પાંચ વર્ષથી નિયમિત એસ.બી.વિદ્યાલય, કાણોદર પરિવાર તેમનો વાર્ષિકોત્સવ-રંગોત્સવ-લાડલી મહોત્સવ પણ ૮મી માર્ચના રોજ ઉજવે છે. જેમાં આ વર્ષે પોતાના આધુનિક સગવડો ધરાવતાં નૈસર્ગિક વાતાવરણમાં નિર્માણ પામેલ   એસ.બી.વિદ્યાલય, કાણોદરના નવિન શૈક્ષણિક કેમ્પસમાં કાણોદરના કેળવણીવિદ્‌ પ્રખર ગાંધીવાદી વિચારધારા સાથે અનેક શૈક્ષણિક -સામાજિક સંસ્થામાં કાર્યરત  ડા.રાજાભાઈ પટેલ, આયેશાબેન પટેલ - ટ્રસ્ટી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના અધ્યક્ષસ્થાને તથા મુખ્ય મહેમાન  ભગવતીબા સરવૈયા - ડાયરેકટર  ચાણક્ય પબ્લિક સ્કૂલ  અમદાવાદ અને અતિથિ વિશેષ   ઝહીરભાઈ ચૌધરી, સરપંચ કાણોદર ગ્રામ પંચાયત, નરેશભાઈ બારોટ-અબાકસ ટ્રેનીંગ સેન્ટર, મહેસાણા તેમજ લાડીબેન બંગલાવાલા, મહંમદભાઇ પોલરા, મિયાંજીભાઈ પોલરા, સુલતાનભાઈ કુછડીયા, યુનુસભાઈ હાડા, અલીભાઈ પલાસરા, નજરભાઈ પલાસરા, કરીમભાઈ મુસા, મહંમદભાઇ હાથીદરા, અહમદભાઈ બંગલાવાલા, અહમદભાઈ હાડા,વિરાભાઈ પરમાર, પ્રિન્સિપાલ, રાજવી વિદ્યાલય, પાલનપુરના ટ્રસ્ટીઓ, સાથે કાણોદરની વિવિધ શૈક્ષણિક-સામાજિક સંસ્થાઓના શુભચિંતકો સાથે વિશાળ વાલીગણ-શાળા પરિવારની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો.કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થના- માતૃશક્તિની આરાધના સાથે મહેમાનોના સ્વાગત સાથે તેઓના વરદ્‌હસ્તે દિપપ્રાગટ્યથી કરવામાં આવ્યો. સૌ પ્રથમ મહેમાનોના શાબ્દિક સ્વાગત સાથે એસ.બી.વિદ્યાલય, કાણોદરના કેમ્પસ ડાયરેકટર અકબરભાઈ બંગલાની પરિકલ્પના સાથે તેમના શૈક્ષણિક કેમ્પસમાં નિર્માણ વિવિધ એકમોથી માહિતગાર  તેમજ એપ્રિલ-૨૦૨૦થી અમદાવાદની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ચાણક્ય પબ્લિક સ્કૂલ, અમદાવાદનું  એજ્યુકેશન પણ આ સંસ્થામાં શરૂ થનારની વિગત સહ માહિતી પ્રિÂન્સપાલ એમ.એન.મનસુરીએ આપી. આ શૈક્ષણિક સંસ્થાનો વિશેષ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વાલી પ્રતિનિધિ બિપીનભાઈ પટેલ- ચંગવાડાએ સંસ્થા વિશે સુંદર રજૂઆત કરી હતી. આ સફળ કાર્યક્રમનું સંચાલન સુફિયાબેન બંગલા, નિશાત બંગલા, કિંજલ બંગલા, રીટા સાધુ, શોભનાબેન તરાલ તેમજ સમગ્ર સંસ્થા પરિવાર-વાલી પરિવાર, સર્વશ્રેષ્ઠ કૃતિ રજૂકર્તા બાળકોના સહિયારા પ્રયત્નોથી કરવામાં આવ્યો હતો. પ્રેસ રિપોટિંગ મુનિશભાઈ શેલિયા દ્વારા અને કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News