મહિલા પર અત્યાચાર પુરાવા દિગ્વજયસિંહને અપાશે : પ્રજ્ઞા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:53:44
  • Views : 573
  • Modified Date : 2019-04-19 05:53:44


મધ્યપ્રદેશના ભોપાલ સંસદીય સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ પર હિન્દુ વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે હિન્દુઓને આતંકવાદ સાથે જાડીને એક મહિલાને અપમાનિત કરી હતી. તેમના પર અત્યાચાર કર્યો હતો. તેઓ આ મુદ્દાને લઇને પ્રજા વચ્ચે જનાર છે. સાથે સાથે અત્યાચારના પુરાવા પણ રજૂ કરશે. સાધ્વી પ્રજ્ઞાએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે હિન્દુ લોકોને આતંકવાદ સાથે જાડ્યા છે. હિન્દુઓને આતંકવાદ ગણાવ્યા છે. દિગ્વજયસિંહ પુરાવા માંગી રહ્યા છે જેથી તેમને પુરાવા આપવામાં આવશે. માલેગાંવ બોંબ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું છે કે, એક મહિલાને કઈ રીતે અપમાનિત કરવામાં આવી હતી. કાયદા સાથે કઇરીતે રમત રમવામાં આવી હતી. હવે તેઓ પ્રજાની વચ્ચે જશે. સાધ્વીએ પોતાની સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેમની સાથે જેવું વર્તન કરવામાં આવ્યું છે તેવું વર્તન ગુલામીના સમયમાં પણ કોઇની સાથે કરવામાં આવ્યું ન હતું. આવનાર દિવસોમાં કોઇ મહિલાની સાથે આવું કરવામાં આવશે નહીં. તેના ઉપર વિશ્વાસ બેસી શકે નહીં. દિગ્વજય પોતે પુરાવા માંગી રહ્યા છે જેથી તેમને પુરાવા આપવામાં આવશે. પ્રમાણ વગર તેઓ કોઇ વાત કરતા નથી. કોંગ્રેસે હજુ સુધી જે ગેરકાયદે કામો અને ષડયંત્રો રચ્યા છે તેના પુરાવા આપવામાં આવશે. ભાજપે ભોપાલ સંસદીય બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વજયની સામે સાધ્વી પ્રજ્ઞાને ઉતારી છે જેથી આ સ્પર્ધા વધારે તીવ્ર બની ગઈ છે.


Download Our B K News Today App



Related News