લોકરક્ષક દળની ભરતીમાં અનામત મહિલાઓ સાથે થયેલ અન્યાય મામલે આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-24 17:08:54
  • Views : 415
  • Modified Date : 2020-01-24 17:08:54

લોકરક્ષક દળની ભરતીમાં અનામત મહિલાઓ સાથે થયેલ અન્યાય મામલે આવેદનપત્ર અપાયું

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય પાલનપુર શહેરમાં આવેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે  લોકરક્ષક દળની ભરતી મામલે વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચેલા લોકોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું.ગુજરાતમાં લેવાયેલી લોકરક્ષક દળની ભરતી મામલે  વિશાળ સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચેલા લોકોએ જિલ્લા કલેકટરને પાલનપુર ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં  મરઘા કેન્દ્રથી    માંડીને કલેકટર કચેરી સુધી વિશાળ સંખ્યામાં લોકોએ એકઠા થઇ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ. વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. તમામ સમાજના લોકો અને વિશાળ સંખ્યામાં બહેનોએ સુત્રોચ્ચાર કર્યો હતો. સરકારને ૧ ઓગસ્ટ ૨૦૧૮ નો કાયદો રદ કરી ત્યારબાદ થયેલ ભરતીના પરિણામો રિવાઇઝ કરવાની માંગ કરવામાં આવી હતી. તે ઉપરાંત સરકાર કાયદો રદ કરી મહિલાઓને ન્યાય નહીં આપે તો એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે. ઉપરોક્ત આજના સમયમાં જે સરકારી કાર્યો કરવામાં આવશે તેમાં પણ કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં ન આવે તેવી પણ ઉગ્ર માંગ હતી. રેલીમાં અનામત બચાવો બેટી બચાવોના બેનરો લઇ મહિલાઓએ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. 


Download Our B K News Today App



Related News