ડીસાના યાવરપુરાના મહિલા સરપંચના પતિને ધમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-17 11:25:27
  • Views : 704
  • Modified Date : 2020-07-17 11:25:27

ડીસા તાલુકાના યાવરપુરા ગામના મહિલા સરપંચના પતિને ગામના જ બે શખ્સોએ "તમે ગામમાં વિકાસ કેમ કરતા નથી અને અમોને કેમ પૂછતાં’ નહીં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મહિલા સરપંચના પતિએ ડીસા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  યાવરપુરા ગામના મહિલા સરપંચ  વાલીબેન વાલાજી જાટના પતિ વાલાજી પુનમાજી જાટના મોબાઇલ નંબર પર ગામના જ બે શખ્સોએ ફોન કરી "તમારી પત્ની સરપંચ છે અને તમો ગામનો વિકાસ કરતાં નથી તેમજ તમો તમારી રીતે કામ કરો છો અને અમોને પૂછતાં કેમ  નથી’ તેમ કહેતાં વાલાજી જાટે અમો સરકારના નિયમ પ્રમાણે કામ કરીએ છીએ તમોને શું પુછવાનું તેમ કહેતાં બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આથી વાલાજી પુનમાજી જાટે ડીસા તાલુકા પોલીસ મથકે ગામના રમેશકુમાર કપુરજી જાટ અને દિનેશકુમાર કપુરજી જાટ સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News