ડીસામાં વર્દીને કલંક કરતી ઘટના સામે આવી છે : બળજબરી એક મહિલા પર પૂર્વક દુષ્કર્મ આચર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-29 13:27:18
  • Views : 6990
  • Modified Date : 2020-02-29 13:27:18

 ડીસામાં વર્દીને કલંકિત કરતી ઘટના સામે આવી છે. આજે વહેલી સવારમાં ડીસા બસ સ્ટેન્ડમાં અમદાવાદથી આવેલી એક મહિલા સાથે ચાની કેન્ટીન ચલાવતા શખ્સ ઉપરાંત હોમગાર્ડના એક જવાને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે... આ ઘટનાને પગલે ત્રણ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી ચલાવી રહી છે.. પોલીસ, આર્મી અને હોમગાર્ડના જવાનોનું કામ લોકોને સુરક્ષા આપવાનું હોય છે અને આ જવાનોને આપવામાં આવેલી વર્દી દેશના નાગરિકોને સુરક્ષાનો એહસાસ થતો હોય છે.. ત્યારે કલ્પના કરો કે આ વર્દી જ લોકો માટે જોખમી બની જાય ત્યારે શું કહેવું...? તો આવું જ કઈક બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં બન્યું છે... ડીસામાં એક મુસાફર દંપતીની ભીંસમાં લઈને હોમગાર્ડના જવાન અને અન્ય એક વ્યક્તિએ સામૂહિક દુષ્કર્મ આચર્યું છે.. આ સમગ્ર ઘટના પર નજર કરીએ તો અમદાવાદનું દંપતી આજે વહેલી સવારના ડીસા બસ સ્ટેન્ડમાં ઉતર્યું હતું.. અને વહેલી સવાર હોવાના લીધે આ દંપતી બસ સ્ટેન્ડમાં આવેલા હનુમાનજીના મંદિર નજીક આવેલા બાંકડા પર જ આરામ કરી રહ્યો હતો.. તે દરમ્યાન વહેલી સવારના અંધારાના સમયગાળામાં હોમગાર્ડના જવાનો સાથે અન્ય એક વ્યક્તિએ આવીને આ દંપતીને ડરાવી ધમકાવવાનું શરૂ કર્યું હતું.. અને બાદમાં હોમગાર્ડના જવાને આ મહિલા સાથે શારીરિક સુખ ભોગવવાની માંગણી કરીને મહિલાને બળજબરી પૂર્વક ઉઠાવી બસ સ્ટેન્ડના શોપિંગ કોમ્પ્લેક્ષના પહેલા માળની લોબીમાં લઈ ગયા અને આ મહિલાને ત્યાં જ સુવડાવીને તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.. આ ઘટનામાં પહેલા હોમગાર્ડનો જવાન સંજય દરજી તેની સાથે શારીરિક દુષ્કર્મ આચર્યા બાદ તેની સાથે આવેલો અને બસ સ્ટેન્ડમાં ચાની કીટલી ચલાવતો પીરા ઠાકોરે આ યુવતી સાથે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું. તે દરમ્યાન અન્ય એક ભૂરાભાઈ ઓધવજી દેલાસનિયા નામનો જવાને મદદગારી કરી હતી.. આ સનસનીખેજ ઘટના બાદ દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીએ પોલીસ પાસે પહોંચીને ન્યાય માટેની ફરિયાદ કરી પરંતુ પોલીસે આ શરૂઆતમાં તો કોઈ દરકાર લીધી નહીં.. અને આ દંપતી રાતના અંધારામાં યાતનાઓ સહન કરતો રહ્યો અને ત્યારબાદ સવાર થતાં લોકોની અવરજવર થતાં આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને બાદ આ યુવતીની ફરિયાદ લીધી હતી..ભોગ બનનાર યુવતીયુવતીનો પતિ આ સનસનીખેજ ઘટના બાદ પોલીસે આ ઘટનામાં સામેલ અને વર્દી પર દાગ લગાવનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.. પોલીસે આ ઘટનામાં સંજય દરજી નામના હોમગાર્ડના જવાન અને પિરા ઠાકોર નામના શખ્સ સામે દુષ્કર્મનો ગુન્હો નોંધી અને ભૂરા દેલાસનિયા સામે દુષ્કર્મમાં મદદગારીનો ગુન્હો નોંધ્યો છે.. આ ઘટનાને પગલે પોલીસે ગણતરીના સમયમાં જ આ ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા છે અને તેમણે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.. હોમગાર્ડના જવાનો પણ ખાકી વર્દી પહેરે છે અને ખાકી એ સુરક્ષાની નિશાની છે.. અને જો ખાકી જ આવા હેવાનિયત ભર્યા કૃત્યો આચરે તે ખૂબ જ શરમ જનક બાબત છે.. આ ઉપરાંત આ શરમજનક ઘટના બન્યા બાદ ઘટનાસ્થળ પર એવી પણ ચર્ચા ચાલતી હતી કે આ શખ્સો દ્વારા આવી રીતે અનેક મહિલાઓને ડરાવી ધમકાવીને તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યા છે.. ત્યારે ઘટનાસ્થળ પર ચર્ચાતી વાતો સત્ય હોય તો તે ખૂબ જ શરમજનક બાબત કહેવાય... શું ગુજરાતમાં સુરક્ષા આપનારા જ લોકો સાથે આવું હેવાનિયત ભર્યું કૃત્ય આચરી રહ્યા છે.. ત્યારે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા કેટલી હશે તે આ ઘટના પરથી ખ્યાલ આવી શકે તેમ છે..

Download Our B K News Today App



Related News