પાંથાવાડા તાલુકાના વાછોલ ગામે મહિલાએ જીવન ટુંકાવ્યુંઆત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 13:05:04
  • Views : 523
  • Modified Date : 2020-03-17 13:05:04

પાંથાવાડા તાલુકાના  વાછોલ ગામે મહિલાએ  જીવન ટુંકાવ્યુંઆત્મહત્યા કરનાર મહિલાના પિતાએ દીકરીના સસરા અને પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવીડીસાબનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા તાલુકાના વાછોલ ગામમાં વધુ એક શંકાસ્પદ મહિલા આત્મહત્યાનો બનાવ બહાર આવ્યો છે. જેમાં મહિલાના પરિવારના જણાવ્યા પ્રમાણે મહિલાના પતિ અને સસરા દ્વારા મહિલાની હત્યા કરી હોવાના આક્ષેપો થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક આત્મહત્યાના શંકાસ્પદ બનાવો બહાર આવી રહ્યા છે. આત્મહત્યાના બનાવો જાણે બંધ થવાનું નામ ન લેતા હોય તેમ બનાવો બની રહ્યા છે પરંતુ હજુ સુધી ચોક્કસ જાણી નથી શકાયુ કે  લોકો ક્યાં કારણોસર આ બનાવોને અજામ આપી રહ્યા છે.  પાલનપુર ખાતે યુવક અને યુવતિ આત્મહત્યા કરી હોવાની ઘટનાને ગણતરીનો સમય થયો છે. ત્યારે વધુ એક મહિલાએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાએ ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તે હજુ ચોક્કસ જાણી શકાયું નથી. આ બનાવની વિગતો જોઈએ તો મૂળ ડીસા તાલુકામાં આવેલ ઇન્દિરાનગર ખાતે રહેતા ઉકાજી કાળુજી ગેલોત જેઓ ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમનેસંસાર જીવનમાં ત્રણ દીકરા અને પાંચ દીકરીઓ છે જેમાં તેમની દીકરી આશાબેનના લગ્ન ત્રણ વર્ષ અગાઉ પાંથાવાડા તાલુકાના વાછોલ મુકામે રહેતા કૈલાશકુમાર વજાજી પરમાર સાથે સમાજના રીતરિવાજ મુજબ કર્યા હતા. થોડા સમય સુધી આશાબેનનું લગ્ન જીવન સારૂ ચાલતું હતું પરંતુ થોડા સમય બાદ આશાબેનને તેમના પતિ અને સસરા દ્વારા અવારનવાર દહેજની માંગણી અને સંતાન ન થતું હોવાથી પરેશાન કરવામાં આવતા હતા. જે બાદ અવાર નવાર હેરાન કરતા પતિ અને સસરાના ત્રાસથી કંટાળી આશાબેન પોતાના પિતાના ઘરે આવી ગયા હતા. જ્યાં થોડા સમય બાદ તેમના પિતા અને સમાજ દ્વારા સમજાવી અને ગીતાબેનને પોતાના સાસરીમાં મૂકવામાં આવ્યા હતા. પરંતુ  આશાબેનના પિતા ઉકાજી પોતાના ગામ મંડાર ખાતે ખેતી કરવા માટે આવેલા હતા. તે દરમ્યાન તેમના નાનાભાઈ ભૂરાભાઈનો ફોન આવેલો કે તમારી દીકરીની તબિયત સારી નથી તો તેને સારવાર માટે તેના પતિ અને સસરા દ્વારા ડીસા ખાતે લઈ જવામાં આવી છે તમે જલ્દી આવો આપણે ત્યાં જવું પડશે. પરંતુ થોડી વાર પછી આશાબેનના સસરનો ઉકાજી પર ફોન આવેલ કે તમારી દીકરી આશાએ દવા પીધેલી છે અમે તેને સારવાર અર્થે ડીસા ખાતે લઈ જઈ રહ્યા છીએ તો તાત્કાલિક તમે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવો.  ત્યારે આશાબેનના પિતા અને તેનો ભાઈ ત્યાં પહોંચતા જાણવા મળ્યું કે તેમની દીકરીનું અવસાન થયું છે. આ બાબતે આશાબેનના પિતા ઉકાજી દ્વારા આશાબેનના સસરાને આ બાબતે ક્યાં કારણોસર મારી દીકરીએ આ પગલું ભર્યુ  છે તે પૂછતાં તેમને જણાવ્યું હતું કે મારો દીકરો અને તેની પÂત્ન આશા ઘરે એકલા હતા અને  આશાએ મારા દીકરા પાસે પીવા માટે પાણી માગ્યું જ્યાં અમોએ આશાને પાણી આપતા તે બેભાન થઈ ગઈ હતી. જેથી અમે તેને સારવાર માટે તાત્કાલિક બાપલા ખાતે આવેલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ કહેલ કે આ દીકરીએ ઝેર પીધું છે જેથી તેને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે લઈ જવા પડશે જ્યાં પાલનપુર જતા રસ્તામાં આશાબેનનું  ચંડીસર ગામે અવસાન થયું હતું. આ બનાવ બનતા પરિવારજનોએ હાલ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સસરા દ્વારા જ આશાબેનની હત્યા કરવામાં આવી છે તેમ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે સત્ય જે પણ હોયપરંતુ જો હત્યાનું કારણ તેના પતિ અને સસરા દ્વારા અવારનવાર હેરાન કરવાથી આ પગલું ભરવામાં આવ્યું હોય તો તેના પતિ અને સસરાને યોગ્ય સજા થવી જોઈએ જેનાથી અન્ય દીકરીઓ આવું પગલું ભરે નહીં. બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલા આત્મહત્યાના બનાવો વચ્ચે એક પછી એક બનાવો આત્મહત્યાના બહાર આવી રહ્યા છે જે દરેક સમાજ માટે યોગ્ય નથી ત્યારે  વાછોલ ગામે બનેલી ઘટનામાં સત્ય શુ છે તે જાણી શકાયું નથી. પરંતુ પાથાવાડા પોલીસે હાલ તો આશાબેનના પિતા ઉકાજી ગેલોતની ફરિયાદના આધારે આશાબેનની લાશને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવી છે જ્યાં આશાબેને જાતે આત્મહત્યા કરી છે કે તેના પતિ દ્વારા તેની હત્યા કરવામાં આવી છે તે તો પી.એમ.રિપોર્ટ બાદ જ બહાર આવશે.


Download Our B K News Today App



Related News