મહેસાણામાં પોણા બે ઇંચ,પાલનપુરમાં માત્ર 3 મીમી વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-13 13:46:54
  • Views : 943
  • Modified Date : 2020-07-13 13:46:54

ઉત્તર ગુજરાતમાં રવિવારે મહેસાણાને બાદ કરતાં હન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ થયો હતો.મહેસાણા શહેર સહિત પાંચ તાલુકામાં રવિવારે સાંજે એક કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો.જેમાં એક કલાકમાં  મહેસાણામાં પોણા બે ઇંચ, જ્યારે જોટાણામાં એક ઇંચ વરસાદ ખાબકતાં નિચાણના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત, શનિવાર સાંજે 6 થી રવિવાર સાંજે  6 વાગે પૂરા થતા 24 કલાકમાં બહુચરાજીમા 22 મીમી વરસાદ થયો હતો. જ્યારે વિસનગર, વડનગર, સતલાસણા, કડી, વિજાપુર અને ઊંઝામાં સાર્વત્રિક હળવો વરસાદ થયો હતો.ચોમાસાનો અષાઢ મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં બનાસકાંઠા જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો નથી. જેને લઇ ખેડૂતો ચિંતિત છે.જિલ્લામાં હજુ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. જ્યારે રવિવારે સવારે વડગામમાં 4 મીમી, પાલનપુરમાં ત્રણ મીમી અને દાંતીવાડામાં નહિવત વરસાદ નોંધાયો હતો.આ ઉપરાંત પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સવારથી વાદળછાયુ વાતાવરણ ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. પાટણ સરસ્વતી ચાણસ્મા શંખેશ્વર અને સાંતલપુર નોંધપાત્ર વરસાદ થયો હતો.જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં  ઝાપટું પડ્યું હતુ.રવિવારે વહેલી સવારે વડગામમાં 4, પાલનપુર, દિયોદર અને દાંતીવાડામાં ૩ અને દાંતામાં 1 મિમિ સામાન્ય વરસાદ નોંધાયો હતો. જયારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં છેલ્લા સપ્તાહથી વાદળો ઘેરાય છે પરંતુ વરસાદ નથી. જેને લઇ ખેડૂત આલમ વાવણીને લઇ ચિંતિત છે.  જ્યારે સુઇગામમાં બિલકુલ વરસાદ ન હતો.ત્યારે શનિવારે તેમજ રવિવારે સરહદી તાલુકાના મોરવાડા પંથકના મોરવાડા, ગરામડી,વાઘપુરા,ધરેચાણા, સોનેથ, દુદોસણ, નવાપુરા સહિતના ગામોમાં વરસાદી છાંટા હોવાનું જાણવા મળ્યું હતું.મૂળ સુઇગામ તાલુકાના પાડણ ગામના વતની અને ગોલપ નેસડા ગામની સીમમાં ભાગીયા તરીકે કામ કરતા નાનજીભાઈ જેઠાભાઇ ઠાકોરની ખેતરમાં ચરી રહેલી એક ભેંસ પર શનિવારે બપોરે આકાશી વીજળી પડતાં દૂજણી ભેંસનું સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે સુઇગામ વહીવટી તંત્રને જાણ કરતાં સ્થળ મુલાકાત લઈ વેટરનરી ડોકટર પાસે મૃત ભેંસનું પી.એમ કરાવી જરૂરી સહાય માટે પંચનામું જવાબ કરવામાં આવ્યા હતા

Download Our B K News Today App



Related News