મહેસાણા ડિવિઝનની 300 બસો ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં દોડાવવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 14:08:58
  • Views : 406
  • Modified Date : 2020-02-19 14:08:58

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમેિરકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા હોવાથી કાર્યક્રમમાં જવા માટે મહેસાણા એસ.ટી વિભાગ દ્વારા ૧૧ ડેપોમાંથી ૩૦૦ એસ.ટી બસ કાર્યક્રમમાં દોડાવવામાં આવશે.જેમાં આગામી સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવવાના છે. ત્યારે તેમના આગમનને પગલે અમદાવાદની સુરત બદલાઇ ગઇ છે. શાળા-કોલેજ-આઇટીઆઇના વિદ્યાર્થીઓથી લઇને શિક્ષકો, આંગણવાડી બહેનો, સરપંચો, ખેડૂતો, વેપારી આગેવાનો તથા ગ્રામજનો આ કાર્યક્રમમાં જઇ શકે તે માટે મહેસાણા એસ.ટી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોટેરા ખાતે નમસ્તે ડોનાલ્ડ ટ્રમ્પમાં કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મહાનુભવોની ઉપસ્થિત રહેશે.જેને લઇ મહેસાણા જિલ્લામાં પણ મોટી સંખ્યામાં અમદાવાદ લઇ જવાની કામગીરી હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે મહેસાણા એસ.ટી ડિવિઝનની 300 બસો નમસ્તે ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યક્રમમાં દોડાવવાનું આયોજન કરાયું છે. મહેસાણા એસ.ટી ડિવિઝનમાં સમાવિષ્ટ ૧૧ ડેપોના ગ્રામ્યકક્ષાના એસ.ટી બસોના રૂટો ૨૪ ફેબ્રુઆરી બંધ રાખવામાં આવશે. જેને લઇ ગ્રામ્યકક્ષાએ નોકરી, ધંધા, તેમજ ખરીદી સહિતની કામગીરી માટે રોજેરોજે મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે. 

Download Our B K News Today App



Related News