ભારત દેશને મહાસત્તા બનવાનો સમય આવી ગયો છે ઃ અમિત શાહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 05:01:31
  • Views : 481
  • Modified Date : 2019-04-16 05:01:31

વિશ્વની સૌથી મોટી
રાજકીય પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ સોમવારે લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા બેઠકના પ્રચાર માટે ડીસા ખાતે રોડ શો યોજીને જાહેર સભા સંબોધી હતી.  અમિત શાહની આ સભામાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા અને અમિત શાહે મોદી સરકારની સિÂધ્ધઓ વર્ણવા ઉપરાંત કોંગ્રેસનાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા પરબતભાઇ પટેલ આ બેઠક માટે દિવસેને દિવસે મજબૂત સ્થિતિમાં પહોંચી રહ્યા છે. ત્યારે  પરબતભાઇ પટેલ અને ચૂંટણી પ્રચાર માટે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ડીસા ખાતે પહોંચ્યા હતા. ડીસા પહોંચ્યા બાદ અમિત શાહે ડીસા શહેરમાં રોડ શો યોજ્યો હતો અને ત્યારબાદ શહેરના રીસાલા વિસ્તારમાં
પહોંચી વિશાળ જાહેર સભાને સંબોધી હતી. ચૂંટણીની રણનીતિ રચવામાં માહેર એવા અમિત શાહને ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે.  ત્યારે સોમવારે ડીસા શહેરના હાર્દ સમા રીસાલા વિસ્તારમાં અમિત શાહની જાહેર સભામાં વિશાળ સંખ્યામાં ભારતીય જનતા
પાર્ટીના સમર્થકો ઉમટી પડ્‌યા હતા. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પોતાના વક્તવ્યની શરૂઆત  માં અંબાને નમન કરી શરૂ કરી હતી.  ડીસા શહેરમાં તેમને વક્તવ્ય દરમ્યાન જણાવ્યું હતું કે સાડા ત્રણ માહિનામાં તેમણે ભારતની કુલ ૨૪૨ લોકસભા બેઠક પર પ્રવાસ કર્યો છે અને તમામ બેઠકો પર મોદી મોદીની ગુંજ સાંભળવા મળી છે.  જ્યારે બીજી તરફ વિપક્ષમાં કોઈ નેતા જોવા જ મળતા નથી. અમિત શાહે ડીસામાં જાહેર સભા દરમ્યાન વિપક્ષ પર પ્રહાર કરતાં રમૂજી અંદાજમાં જણાવ્યુ હતું કે જો વિપક્ષની સરકાર બનશે તો સરકાર કયા વારે કોને ચલાવશે તેના પર પણ ટિપ્પણી કરી હતી.
વર્તમાન સમયમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને ઘેરવા માટે ગરીબીનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવી રહ્યો છે. તેના જવાબમાં અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસની ચાર પેઢી દ્વારા ગરીબી હટાવવાની વાતો કરવામાં આવી રહી છે તેમ છતાં ગરીબી હટાવી નથી શક્યા. તો બીજી તરફ  ડીસામાં અમિત શાહે જાહેર સભાને સંબોધતી વખતે મોદી સરકારની સિધ્ધિઓનું વર્ણન કરતાં જણાવ્યું હતું મોદી સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં દેશના નાગરિકોને આપેલા લાભો વિશે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે
પુલવામામાં હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું  હતું કે પુલવામાં એટેક બાદ સમગ્ર દેશમાં રોષ હતો અને દેશનો દરેક નાગરિક તેનો બદલો લેવાની ઈચ્છા ધરાવતો હતો. તેવા સમયે હિંદુસ્તાને
પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા સમગ્ર ભારતમાં ખુશી હતી પરંતુ એક પાકિસ્તાન અને બીજું કોંગ્રેસ કાર્યાલયમાં માતમ જોવા મળ્યો હતો. સાથે સાથે અમિત શાહે જણાવ્યુ હતું કે યુ.પી.એ. સરકારના શાસનમાં આતંકવાદીઓ દ્વારા હેમરાજનું માથું વાઢીને લઈ ગયા હતા તે આજે પણ પોતાને યાદ છે. કોંગ્રેસ દ્વારા તેના મેનિફેસ્ટોમાં કરવામાં આવેલી જાહેરાત પર અમિત શાહે ટીકા કરતાં જણાવ્યુ હતું કે કોંગ્રેસના મેનિફેસ્ટોને લીધે જ કશ્મીરના ઉમર અબ્દુલ્લા કશ્મીરમાં અલગ પ્રધાનમંત્રીની માંગ કરી રહ્યા છે.  ઉમર અબ્દુલ્લાના આ નિવેદન અંગે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા જાણવા કરવામાં આવી રહેલા પ્રયાસ અંગે રાહુલ ગાંધી મૌન સેવી રહ્યા છે અને તેમનું સ્ટેન્ડ જાહેર કરતાં નથી. આ ઉપરાંત અમિત શાહે જણાવ્યુ હતું કે પોતે સરકારમાં નહીં હોય તો પણ રાહુલ ગાંધીની ટુકડે ટુકડે ગેંગને છાવરવા માટે દેશદ્રોહના કાનૂનને નાબૂદ કરવાની વાત કરવામાં આવી છે તે નહિ થવા દઈએ. અમિત શાહે સભા પૂર્ણ કરતી વખતે જણાવ્યુ હતું કે આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે અમે મત માંગવા આવીશું ત્યારે ભારત દેશ મહાસત્તા બની ચૂક્યો હશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપાના પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘણીએ પક્ષ માટે દિવસ-રાત એક જ કરી પરિશ્રમ કરતાં  અમિતભાઇ શાહે સમગ્ર દેશમાં કોંગ્રેસને ભોંય ભેગી કરી હોવાનું જણાવીને ઉમેર્યું હતુ કે તેઓની આ કર્મઠ કાર્યશૈલીથી કાર્યકર્તાઓને જોમ અને જુસ્સો પ્રાપ્ત થાય છે. વધુમાં પ્રદેશ અધ્યક્ષએ સોમનાથની શિવની પવિત્ર ધરતી પરથી બનાસકાંઠાની શક્તિની ધરતી પર આપણા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી પધાર્યા હોવાનો રૂડો સંયોગ થયો હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતુ કે રાષ્ટ્રક્લ્યાણ કાજે સતત પરિશ્રમ કરતાં મોદી સાહેબ અને શાહ સાહેબને શિવ-શક્તિ એમ બન્નેના આશિર્વાદ પ્રાપ્ત છે.
આ પ્રસંગે ભાજપાના ઉમેદવારશ્રી પરબતભાઇ પટેલે બનાસકાંઠા જિજીલ્લામાંથી ભાજપાને જંગી બહુમતીથી જીત અપાવીને આદરણીય નરેન્દ્રભાઇ મોદીને દિલ્હી એક કમળ અર્પણ કરવા હાજર સૌ નાગરિકોને અપીલ કરી હતી. જિલ્લા ભાજપના પ્રમુખ કેશાજી ચૌહાણે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી, પાટણના સાંસદ સભ્ય લીલાધરભાઇ વાઘેલા, પ્રદેશ મહામંત્રી  કે..સી.પટેલ, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, ડીસાના ધારાસભ્ય શશીકાંત
આભાર - નિહારીકા રવિયા  પંડ્‌યા, કાંકરેજના ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલા, ડીસા નગરપાલિકાના પ્રમુખ   શિલ્પાબેન માળી, પ્રદેશમંત્રી   નૌકાબેન પ્રજાપતિ, સીટ ઇન્ચાર્જ રાણાભાઇ દેસાઇ,  ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ, પૂર્વમંત્રી ી કાતિલાલ કચોરીયા,  હરજીવન પટેલ, પૂર્વ ધારાસભ્ય  રેખાબેન ખાણેશા, પ્રદેશ બક્ષી મોરચા પ્રમુખ દિનેશભાઇ અનાવાડીયા, જિલ્લા પ્રભારી દુષ્યંતભાઇ પંડ્‌યા, સીટ વિસ્તારક ડા. સુખાજી ઠાકોર, મહંત રૂપપુરી સ્વામી, તા.પં. પ્રમુખશ્રી ઉકાજી ઠાકોર,  પૂર્વ પ્રમુખો  હરેશભાઇ જાની,  મહેશભાઇ દવે, સર્વે અગ્રણી લાલજી પ્રજાપતિ, માલજીભાઇ કોદરવી, માધુભાઇ રાણા, હિતેષભાઇ ચૌધરી, ગુમાનસિંહ ચૌહાણ, અમૃત દવે, ઉમેદદાન ગઢવી, રાજુ ઠક્કર, લેબજી ઠાકોર, સંજય બ્રહ્મભટ્ટ, શાંતુભા વાઘેલા સહિત મોટી સંખ્યામાં જિલ્લા ભાજપાના આગેવાનો-કાર્યકરો અને વિશાળ સંખ્યામાં ડીસા શહેરના નાગરિકો હાજર રહેલ હતા. 

Download Our B K News Today App



Related News