મહારાષ્ટ્રમાં 144 બેઠકોમાં ભાજપ, 126માં શિવસેના ચૂંટણી લડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 13:23:31
  • Views : 413
  • Modified Date : 2019-09-27 13:23:31

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને મહત્વપૂર્ણ સહમતી થઈ હોવાનો દાવો કરાયો છે. ભાજપ 144 બેઠકો ઉપર અને શિવસેના 126 બેઠકોમાં ચૂંટણી લડશે.મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે મતભેદો હોવાના અહેવાલો વહેતા થયા હતા. શિવસેનાએ વધારે બેઠકોની માગણી કરી હતી એવી અટકળો વચ્ચે સૂત્રોના કહેવા પ્રમાણે શિવસેનાએ 126 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવા સહમતી દર્શાવી છે. ભાજપ 144 બેઠકો ઉપરથી  ચૂંટણી લડશે અને 18 બેઠકોમાં અન્ય સાથીપક્ષોના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે.સૂત્રોના કહેવા પ્રમાણે બંને પક્ષના નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે અને મુખ્યમંત્રી તેમ જ ઉપમુખ્યમંત્રી પદ બાબતે પણ સહમતી થઈ ચૂકી છે. શિવસેનાએ ઉપમુખ્યમંત્રી પદનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે.સૂત્રોને ટાંકીને પ્રસિદ્ધ થયેલા મીડિયા અહેવાલમાં દાવો થયો હતો કે આ ફોર્મુલા ઉપર બંને  પક્ષ સહમત છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ કરી દેવાશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની તમામ 288 બેઠકોની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. રાજ્યભરમાં 21મી ઓક્ટોબરે ચૂંટણી થશે અને 24મી ઓક્ટોબરે પરિણામો જાહેર થશે.ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 122બેઠકો મળી હતી અને શિવસેનાને 63 બેઠકો ઉપર વિજય મળ્યો હતો. કોંગ્રેસને 42 અને તેમ જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 41 બેઠકોથી સંતોષ માનવો પડયો હતો.

Download Our B K News Today App



Related News