મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: મંજૂરી વગર ક્યાંય પણ લાઉડસ્પિકર લગાવી શકાશે નહીં, રાજ ઠાકરેએ આપી હતી ધમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 11:15:29
  • Views : 768
  • Modified Date : 2022-04-18 11:15:29

મસ્જિદોમાં લાગેલા લાઉડસ્પિકરને લઈને 3 મે સુધીમાં હટાવાની રાજ ઠાકરેની ધમકીની વચ્ચે હવે મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વિભઆગે કોઈ પણ ધાર્મિક સ્થળ પર મંજૂરી વિના લાઉડસ્પિકર લગાવવા પર રોક લગાવી દીધી છે. એટલે કે હવે લાઉડસ્પિકર લગાવવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ ટૂંક સમયમાં આ સંબંધમાં મહારાષ્ટ્રના ડીજીપી સાથે એક બેઠક પણ કરશે. જો કોઈ મંજૂરી વિના લાઉડસ્પિકર લગાવશે, તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

તો વળી નાશિક પોલીસ કમિશ્નરે આદેશ આપ્યો છે કે, 3 મે સુધી તમામ ધાર્મિક જગ્યા પર લાઉડસ્પિકર લગાવાની મંજૂરી લેવામાં આવે. જો કોઈએ મંજૂરી વગર લાઉડસ્પિકર લગાવ્યા તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

 

Download Our B K News Today App



Related News