મહારાષ્ટ્ર બાદ જયપુરમા કોરોના વાયરસનો કેસ નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-27 17:48:10
  • Views : 352
  • Modified Date : 2020-01-27 17:48:10

ચીનમા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસના કારણે 80 લોકોના મોત નીપજ્યા છે. ચીનની સાથે આ વાયરસ દુનિયાના અન્ય દેશોમા પણ જોવા મળી રહ્યો છે.ભારતમા પણ કેટલાક ગંભીર કેસ સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર બાદ રવિવારે જયપુરમા કોરોના વાયરસનો એક ગંભીર કેસ સામે આવ્યો છે. બિહારમા પણ એક યુવતી કોરોના વાયરસગ્રસ્ત હોવાની શંકા છે. રાજસ્થાનનો એક વિધાર્થી પણ આ રોગની જપેટમાં જોવા મળી રહ્યો છે.આમ આ અંગે રાજસ્થાનના આરોગ્યમંત્રી રઘુ શર્માએ જણાવ્યુ હતું કે રવિવારે એક વિદ્યાર્થીને હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો છે. આમ બીજીતરફ ચીનમા એમબીબીએસનો કોર્સ પૂરો કરીને ભારત પરત ફરેલા એક ડૉકટર કોરોના વાયરસથી પ્રભાવિત હોવાની શંકા છે. તેમની સાથે તેમના પરિવારના સભ્યોના પણ સ્ક્રિનિંગ કરવાના આદેશ આપવામા આવ્યા છે. જેમાં દર્દીના બ્લડ સેમ્પલ પુણેમા આવેલી નેશનલ વાયરોલોજી લેબમા મોકલવામા આવ્યા છે. આમ રાજ્યના 4 જિલ્લાના કુલ 18 લોકો ચીનથી ભારત પરત ફર્યા છે. આ લોકોને સંબંધિત જિલ્લા પ્રમુખ અને સ્વાસ્થ્ય અધિકારીઓએ 24 કલાક સારવાર હેઠળ રાખવાના આદેશ આપ્યા છે.આમ બિહારના છપરામા રહેતી એક યુવતી કોરોનાવાયરસની ઝપેટમા આવી હોવાની શંકાને લઇને તેને હોસ્પિટલમા દાખલ કરવામા આવી છે. જ્યાંથી તેને આજે પીએમસીએચ લાવવામા આવશે.આમ નેપાલમા કોરોના વાયરસનો એક કેસ સાબિત થતા ભારતે નેપાળની બોર્ડર સાથે જોડાયેલા જિલ્લાઓમા એલર્ટ જાહેર કર્યુ છે.ઉત્તરાખંડમા પિથૌરાગઢ જિલ્લાના ઝૂલાઘાટ અને જૌલજીબીમા નેપાળની બોર્ડર સાથે જોડાયેલ જિલ્લામા સ્વાસ્થ્ય દળને રાખવામા આવ્યા છે.

Download Our B K News Today App



Related News