જુનાડીસાની મહાજન પાંજરાપોળમાં આગ લાગતાં ઘાસચારો બળીને ખાખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-02 15:11:19
  • Views : 531
  • Modified Date : 2020-08-02 15:11:19

   જુનાડીસા મહાજન પાંજરાપોળમાં શુક્રવારે મોડી રાત્રે ઘાસના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. નગરપાલિકાના ફાયર ફાયટરે પાંચ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જુનાડીસા મહાજન પાંજરાપોળમાં શુક્રવારે મોડી રાત્રે ઘાસના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી ગઈ હતી.બનાવને પગલે પાંજરાપોળના સંચાલકોને જાણ કરાતાં તાત્કાલિક પાલિકાની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

Download Our B K News Today App



Related News