અમિત શાહને જીતાડવા ભાજપ મહિલા મોરચાએ કરાવ્યો ગાયત્રી યજ્ઞ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 07:25:56
  • Views : 485
  • Modified Date : 2019-04-19 07:25:56

લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે અને દરેક પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બધા પક્ષો પોતાના સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ઉતાર્યા છે. સમર્થકો પણ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે અવનવા પ્રયોગ કરી રહ્યા છે. ભાજપના ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જીતાડવા માટે સમર્થકોએ ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું હતું.કોંગ્રેસ અને ભાજપના સમર્થક કાર્યકર્તાઓ પણ પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહને જીતાડવા માટે આજે ગુરુવારે ભાજપ મહિલા મોરચા દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઇ અને ગાયત્રી મંત્ર સાથે યજ્ઞ કરી અમિત શાહ અને કેન્દ્રમાં ભાજપની જીત થાય તે માટે આહુતિ આપી.ભાજપ મહિલા મોરચાના મહામંત્રી શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું કે યજ્ઞથી આસપાસનું વાતાવરણ પવિત્ર થાય છે અને દેશની 50% મહિલાઓ મતદારો છે.ગર્ભવતી મહિલાઓ માટે આર્થિક સહાય આપી છે ઘેર ઘેર ટોયલેટ આપ્યા છે ત્યારે મહિલાઓની ખુબ મદદ થઇ છે. માટે મહિલાઓ એકત્ર થઇ ભાજપ અને અમિત શાહ ના વિજય માટે ગાયત્રી વિજય યજ્ઞ કરી રહી છે.

Download Our B K News Today App



Related News