અંબાજી મુકામે અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘનું ૨૬મું મહાઅધિવેશન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-13 15:18:20
  • Views : 375
  • Modified Date : 2020-01-13 15:18:20

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના પ્રમુખ ભરતભાઇ પંડયાના અધ્યક્ષસ્થાને સંઘનું ૨૬મું મહાઅધિવેશન યોજાયુ હતું. આ પ્રસંગે સંઘના પ્રમુખ ભરતભાઇ પંડ્‌યાએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, લોકોના ઘરમાં પ્રકાશ પાથરતા પાથરતા ઘણીવાર પોતાના ઘરમાં કાયમ અંધકાર પથરાઇ જાય તેવી વિકટ પરિસ્થિતિમાં કામ કરતા વિધુત કામદારોને નતમસ્તક કરી અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે, ઇ.સ.૧૯૬૨માં શરૂ થયેલા અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના પ્રમુખ હોવાનું ગૌરવ એટલા માટે છે કે ગુજરાતના વિકાસમાં ઉર્જા વિભાગનું વિશેષ યોગદાન છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતને દેશ-વિેદેશમાં મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આ વિભાગનો સિંહફાળો છે.  ભરતભાઈ પંડ્‌યાએ કહ્યું કે, ભૂકંપ કે પૂર-વાવાઝોડા જેવી આપત્તિના સમયે વિધુત કામદારો પોતાના પરિવારની પરવા કર્યા વિના રાતદિવસ કામ કરે છે. તેમણે ઉમેર્યુ કે, બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-૨૦૧૭માં આવેલા પૂરના સમયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પાંચ દિવસ બનાસકાંઠામાં રોકાઇ પરિસ્થિતિને પૂર્વવત કરવા માર્ગદર્શન આપી રહ્યા હતાં તે સમયે ઉર્જા વિભાગના કર્મચારીઓએ ખુબ જ સરાહનીય કામગીરી કરી હતી તેની સમગ્ર ગુજરાતમાં પ્રશંસા થઇ હતી. અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના પ્રમુખ  ભરતભાઇ પંડ્‌યાએ કહ્યું કે, પૂરના પાણીમાં જઇ વીજળીના થાંભલા ઉપર ચડી લોકોને પ્રકાશ આપવા વિધુત કામદાર ઘણીવાર  જાનની બાજી લગાવી દે છે ત્યારે આવી શ્રેષ્ઠ કામગીરી કરનાર કામદારોનું આગામી અધિવેશનમાં સંઘ દ્વારા સન્માન 




Download Our B K News Today App



Related News