મહા વાવાઝોડાને લઇને જિલ્લાના દરેક તાલુકા મથકે 24 કલાક કંટ્રોલરૂમ ખુલ્લા મુકાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 17:13:23
  • Views : 418
  • Modified Date : 2019-11-04 17:13:23

મહા વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યો છે. વાવાઝોડાની દિશા સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહી છે. ત્યારે તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વાવાઝોડાના પગલે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને અધિકારીઓ તેમજ કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપવામા આવી છે. જિલ્લાની સાથેસાથે તમામ તાલુકા મથકે પણ 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામા આવ્યા છે.

રાજકોટ જિલ્લાના 5 તાલુકામાં વાવાઝોડાની શક્યતા

સાથે તંત્ર દ્વારા તમામ લોકો સાથે બેઠક કરી લોકોને સાવચેત રહેવા તેમજ ખેડૂતોને પોતાના પાક ઢાકી દેવા સૂચના અપાઇ છે જેથી વરસાદના પગલે પાકને મોટા પ્રમાણમાં નુકશાન ન પહોંચે. રાજકોટના DPO પ્રિયાંક સિંઘએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી અને વાવાઝોડાની અસર જિલ્લાના મુખ્ય 5 તાલુકામાં અસર થવાની શક્યતા વ્યક્ત કરી છે જેમાં ગોંડલ , જેતપુર, ઉપલેટા, ધોરાજી અને જામકંડોરણાનો સમાવેશ થાય છે જ્યાં પણ તમામ લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News