ગુજરાતમાં 15મી નવેમ્બર સુધી મગફળીની ટેકાના ભાવે ખરીદી મુલતવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 14:22:35
  • Views : 522
  • Modified Date : 2019-11-03 14:50:28

દિવાળીના તહેવારો પૂરા થયા પછીય કમોસમી વરસાદ ચાલુ થઈ જતાં અને આાગમી 5મ4ીથી 7મી નવેમ્બરે ફરી એકવાર તોફાની વરસાદ પડવાની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું 15મી નવેમ્બર સુધી મુલતવી રાખ્યું છે. તેમણે કહ્યું હતુંક ે જે ખેડૂતોએ પાક વીમો ઉતરાવેલો છે તેમને કોઈપણ જાતની તકલીફ વિના વીમા કંપની તરફથી વળતર મળે તેની તકેદારી રાજ્ય સરકાર તરફથી લેવામાં આવી રહી છે. આ હેતુથી રાજ્ય સરકારે વીમા કંપનીઓની દિલ્હી કચેરી સુધી રજૂઆત કરવામાં આવી છે.જે ધરતીપુત્રોએ વીમો નથી લીધો તેમના પાકને પણ થયેલા નુકસાનીનું સર્વેક્ષણ કરાવીને તેમને પણ યોગ્ય સહાય કે વળતર ચૂકવવાનીસ રકાર વ્યવસૃથા કરશે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનીનો નવેસરથી સરવે કરાવવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આગામી પાંચમીથી સાતમી નવેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ત્રાટકનારા મહા વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્ય સરકાર તંત્રને સતર્ક રાખ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આ માટે જરૂરી તૈયારી કરી લેવામાં આવી છે. તેમ જ કંટ્રોલ રૂમ પણ સજ્જ કરી દેવાયો ચે. આ માટે જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. આ રૂમ સમયસર ચાલુ થઈ જશે.


Download Our B K News Today App



Related News