મેસરની શાળામાં બાળકોને મધ્યાહન ભોજનમાં સડેલા ચણા આપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-21 15:56:36
  • Views : 482
  • Modified Date : 2020-02-21 15:56:36

સરસ્વતી તાલુકાના મેસર ગામે પ્રાથમિક શાળાના બાળકોને મધ્યાહન ભોજનમાં સડેલા અને જીવડા વાળા ચણા પીરસવામાં આવતાં તેને લઇ ગામમાં હોબાળો મચી ગયો હતો.અને ગામલોકોએ શાળામાં જઇ ફરિયાદ કરી હતી જોકે મધ્યાહ્ન ભોજન સંચાલકે જે છે તે પીરસાયા છે તેવો જવાબ આપી દીધો હતો અને ઇન્ચાર્જ આચાર્યએ તેમને જાણ ન હોવાનો બચાવ આગળ કર્યો હતો. શાળામાં જમવા માટે પીરસવામાં આવતા ચણા સડેલા હોવાનું જોવા મળતાં બાળકોએ તેમના વાલીઓને કહેતાં ગામલોકોએ શાળામાં જઇ શિક્ષકો અને મધ્યાહન ભોજન કર્મચારીને પૂછપરછ કરી હતી ત્યારે કમિટીના મધ્યાહન ભોજનના સંચાલક નવનીતભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે સરકાર તરફથી અમને જે પુરવઠો આપવામાં આવે છે તે અમે અહીં બાળકોને પીરસી રહ્યા છીએ. જયારે ઇન્ચાર્જ શાળાના આચાર્ય નટવરપુરી ગોસ્વામી એ અગાઉ સંચાલક દ્વારા જાણ કરાઇ નથી કે ચણા સડેલા છે પણ આજે જ જાણવામાં આવ્યું છે તેથી આ બાબતમાં કમિટીને વાત કરી આગળ કાળજી રાખવા સૂચના આપી છે. આ 15 થી 20 કિલો જેટલો જથ્થો વેકેશન પછી આવેલો છે જે અંગે મામલતદાર કચેરીએ રીપોર્ટ કરાશે.

Download Our B K News Today App



Related News