મધુબન ડેમનું રૂલ લેવલ મેઈન્ટેન કરવા 3 દરવાજા ખોલાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-29 12:30:40
  • Views : 500
  • Modified Date : 2019-07-29 12:30:40

જ્યારે વલસાડ સહિત દક્ષિણમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે મધુબન ડેમના 3 દરવાજા 2.70 મીટર ખોલાયા છે.વાપી વલસાડ ધરમપુર સહિતના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. આમ છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લામાં જામેલા વરસાદી માહોલને કારણે જિલ્લાના મુખ્ય પાક એવા ડાંગરને ફાયદાકારક હોવાથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં કપરાડા 3.24 ઇંચ, ધરમપુર 22 મીમી અને વાપી 13 મીમી વરસાદ નોંધાયો હતો. તો જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક યથાવત્ રહી છે. અત્યારે મધુબન ડેમમાં 31572 ક્યુસેક પાણી આવી રહ્યું છે. જેને કારણે ડેમની સપાટી 72.70 મીટર પર પહોંચી છે. આથી ડેમનું રૂલ લેવલ મેઈન્ટેન કરવા 31707 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેથી મધુબન ડેમના 3 દરવાજા 2.70 મીટર ખોલાયા છે.

Download Our B K News Today App



Related News