પાલનપુરમાં યોજાનાર મા અર્બુદા મહાયજ્ઞની પ્રથમ આમંત્રણ પત્રિકા માના ચરણોમાં અર્પણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 11:30:27
  • Views : 498
  • Modified Date : 2020-03-17 11:30:27

 ખાતે આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા માઁ અર્બુદા રજત મહોત્સવની ભવ્ય ઉજવણી-108 કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞનું 2 થી 4 મેના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં ગુજરાત અને દેશના 12 રાજ્યોના આશરે પાંચ લાખથી વધુ લોકો પધારનાર છે.જેમાં 1.30 લાખ લોકોને હાથોહાથ આમંત્રણ અપાશે. ત્યારે સોમવારે માઁ અર્બુદા સહસ્ત્રચંડી મહાયજ્ઞની પ્રથમ આમંત્રણ પત્રિકા માતાજીના ચરણોમાં અર્પણ કરાઇ હતી. સામાજિક સમરસતા અને વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે પાલનપુરના આંગણે આગામી 2 થી 4 મે-2020 દરમિયાન માઁ અર્બુદા રજત મહોત્સવની ભવ્ય ઉજવણી-108 કુંડી સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા કરવામાં આવ્યું છે. આ સહસ્ત્રચંડી મહાયજ્ઞની પ્રથમ આમંત્રણ પત્રિકા સોમવારે માઁ અર્બુદાના ચરણોમાં અર્પણ કરી માતાજીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News