LRD ભરતીમાં પોસ્ટીંગ આપવા માટે 15 જુલાઇ સુધીનું અલ્ટીમેટમ અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 12:49:22
  • Views : 454
  • Modified Date : 2020-07-03 12:49:22

એલ.આર.ડી.ભરતીમાં પોસ્ટીંગ ન મળતાં રોષે ભરાયેલી મહિલા ઉમેદવારોએ  વિરોધ કરી  ગુરુવારે કલેક્ટરને આવેદન પાઠવી 15 જુલાઈ સુધીમાં નોકરીમાં સમાવેશ કરવાની માંગ કરી હતી. નહીંતો 15 મી જુલાઇથી આંદોલનની ચિમકી આપી છે. છેલ્લા  4 મહિનાથી એલ.આર.ડી. ભરતી વિવાદમાં રહી છે. ગાંધીનગરમાં  72 દિવસના આંદોલન બાદ રાજ્ય સરકારે સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવી આંદોલન શાંત પાડ્યું હતું. જોકે સરકાર દ્વારા કેટલીક  મહિલા ઉમેદવારોની ભરતી કર્યા બાદ ચાર મહિનાનો સમય વીતી ગયા બાદ પણ પોસ્ટીંગ ન અપાતાં મોટાભાગની મહિલા ઉમેદવારો રઝળી પડી  છે. આ તમામના ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ તેમને સ્થળની વહેંચણી પણ કરી છતાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાઈ નથી. જેને લઈ તાત્કાલીક નોકરીમાં સમાવેશ કરવાની માંગ સાથે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની સાથે ગુરુવારે બનાસકાંઠાની LRD મહિલા ઉમેદવારોએ કલેક્ટરને આવેદન પાઠવી ચીમકી ઉચ્ચારી હતી. જો કે સરકાર 15 જુલાઇ સુધી તેમની ભરતી પ્રક્રિયા પૂર્ણ નહિ કરે તો  ગુજરાત વ્યાપી ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.

Download Our B K News Today App



Related News