પાલનપુરની લો કોલેજ દ્વારા ફીમાં વધારો કરાતાં વિદ્યાર્થીઓમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-17 12:24:42
  • Views : 375
  • Modified Date : 2020-07-17 12:24:42

પાલનપુરની  જીડીમોદી કેમ્પસમાં ચાલતી સેલ્ફ ફાયનાન્સ માર્કેન્ટાઇલ લો કોલેજ દ્રારા ફી માં વધારો કરાતા છાત્રોમાં રોષ વ્યાપ્યો છે. ગુરુવારે બપોરે વિદ્યાર્થીઓ દ્રારા ફી મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. છાત્રોએ જણાવ્યું કે ' અગાઉ 9 હજાર ફી હતી જે વધારીને 13 હજાર કરવામાં આવી છે.જે અયોગ્ય છે. હાલમાં કોરોનાકાળમાં ફી વધારો કરવો યોગ્ય નથી.તો બીજીતરફ એનએસયુઆઈના પ્રમુખ નીતિનભાઈએ જણાવ્યું હતું કે "ફિમાં વધારો પાછો નહી ખેંચાય તો આગામી સમયમાં NSUI જલદી કાર્યક્રમો આપશે. અને કોલેજના બહિષ્કાર સુધીની કાર્યવાહી હાથ ધરાશે. 

Download Our B K News Today App



Related News