સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ભગવાન પહોંચ્યા રામલલ્લાના દર્શન કરવા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-22 14:51:23
  • Views : 104
  • Modified Date : 2024-01-22 14:51:23

સાઉથના સુપરસ્ટાર અને સાઉથના ભગવાન ગણાતા રજનીકાંત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પહોચી ગયા છે. દેશ અને દુનિયા લોકો આ સમયની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા.રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને હવે ગણતરીના કલાકો જ બાકી છે. અયોધ્યાના માર્ગો ભક્તોના જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા છે. આજના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી હસ્તીઓના આગમનની પ્રક્રિયા રવિવારથી શરૂ થઈ ગઈ છે. અયોધ્યામાં આધ્યાત્મિક ગુરુઓ, અભિનેતાઓ, રાજકારણીઓ સહિત ઘણા ભક્તો એકઠા થયા છે.આ સાથે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વભરના મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. અમેરિકા, કેનેડા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિત ઘણા દેશોમાં લોકો સુંદરકાંડ અને રામચરિત માનસનો પાઠ કરી રહ્યા છે.સાઉથના સુપરસ્ટાર તરીકે ઓળખાતા રજનીકાંત રામ મંદિરના દર્શન કરવા પહોચ્યા છે. પીએમ મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોચી ચુક્યા છે.બપોરે 12.30 વાગ્યા બાદ ભગવાન રામની મુર્તીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, આ કાર્યક્રમમાં દેશભરમાંથી 7 હજારથી વધારે લોકો પહોચી ચુક્યા છે.

Download Our B K News Today App



Related News