લંડનમાં કીર્તિદાનના ડાયરામાં પાઉન્ડનો વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-02 13:41:21
  • Views : 550
  • Modified Date : 2019-06-02 13:41:21

ડાયરાનો ક્રેઝ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-ઝાલાવાડ પંથકમાં ખૂબ જ જોવા મળે છે. અહીં તો ડાયરાના કલાકારો પર લાખો રૂપિયાનો વરસાદ થવો સામાન્ય વાત બની ગઈ છે. એમાંય, જો કીર્તિદાન ગઢવીનો ડાયરો હોય તો વાત જ કંઈક અલગ હોય છે. પણ, ડાયરાનો શોખ સાત સમુંદર પાર પહોંચી ગયો છે. ગુજરાતી લોક સંગીતના અગ્રણી એવી કીર્તિદાન ગઢવીનો લંડનમાં ડાયરો યોજાયો લંડનવાસીઓ કિર્તીદાનના ડાયરામાં ડૉલર અને પાઉન્ડનો વરસાદ થયો હતો. લંડનમાં કલાકાર કીર્તિદાન ગઢવીના યોજાયેલા કાર્યક્રમમાં ભારે રમઝટ જામી હતી. કાર્યક્રમ સ્થળ પર જે રમઝટ જામી તે જોઈ એમ જ લાગશે કે ડાયરો ગુજરાતમાં જ યોજાયો હોય. ડાયરામાં મોટી સંખ્યામાં રસિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કીર્તિદાન ગઢવી પણ મોજમાં આવી ગયા હતા.  

Download Our B K News Today App



Related News