લોકમેળામાં ખીસ્સાકાતરૂંઓને દબોચતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 12:06:36
  • Views : 426
  • Modified Date : 2019-08-26 12:06:36

જિલ્લા  પોલીસ અધિક્ષક  મહેન્દ્ર બગડીયાએ જિલ્લામાં થતી ઘરફોડ ચોરીઓ  તેમજ વાહનચોરીઓના બનાવોને અટકાવવા માટે જન્માષ્ટમી તહેવારને  અનુલક્ષીને એક્શન પ્લાન  તૈયાર કરી કાર્યવાહી કરવા માટે એલસીબી પોલીસ ઇન્સ ડી.એમ.ઢોલને સૂચના કરવામાં આવેલ.જે સૂચનાના આધારે મિલકત વિરૂધ્ધના  ગુનાઓને  અટકાવવા  સુરેન્દ્રનગર ટાઉનમાં  સઘન  પેટ્રોલિંગ  હાથ ધરતા ૧) નાનુભાઇ ભાકાભાઇ વાલાભાઇ વાઘેલા દેવીપૂજક (ઉ.વ ૩૫, રહે. પાલીતાણા, તા. સોનગઢ, જિ. ભાવનગર),૨) મહેશભાઇ નરશીભાઇ  બાલાભાઇ પરમાર (ઉ.વ ૨૩,  રહે. નોંધણવદર, તા. ગારીયાધાર, જિ.ભાવનગર), ૩) મધુભાઇ પોપટભાઇ નાથાભાઇ પરમાર દેવીપૂજક, ૪) અજય મથુરભાઇ ભાકાભાઇ વાઘેલા દેવીપૂજક (ઉ.વ ૨૫, વીરપુર રોડ), ૫) લાભુબેન  ગોકળભાઇ  વાઘેલા દેવીપૂજક (ઉ.વ ૩૫, રહે. પાલીતાણા,વીરપુર રોડ,૬) હર્ષાબેન વર્ષાબેન મધુભાઇ પોપટભાઇ પરમાર (રહે. સમઢીયાળા, તા ગારીયાધાર), ૭)રેખાબેન નરશીભાઇ બાલાભાઇ પરમાર  (ઉ.વ ૪૦, રહે.નોંધણવદર, જિ.ભાવનગર), ૮)મીનાબેન મહેશભાઇ નરશીભાઇ પરમાર (રહે. નોંધણવદર, તા. ગારીયાધાર, જિ.ભાવનગર) સહિતના વ્યક્તિઓ પાસેથી સુરેન્દ્રનગર ટી.બી હોસ્પિટલ  પાસેથી  કબજા ભોગવટાની ટાટા મજીક વાહન કે જેનો નં જીજે-૨૩-ટી-૯૯૩૧ કે જેની કુલ કિંમત રૂ. ૧,૦૦,૦૦૦ તેમજ જન્માષ્ટમીના મેળામાંથી ચોરીછૂપીથી મેળવેલા સોનાના દાગીના કે જેની કુલ કિંમત રૂ.૭૨,૬૦૩ તેમજ રોકડ રૂ. ૧૯,૨૦૦ તેમજ મોબાઇલની કિંમત રૂ.૩૦૦૦ મળી કુલ કિંમત રૂ. ૧,૯૪,૮૦૩ના મુદામાલ સાથે તેમની અટકાયત કરવામાં આવી. આમ લોકમેળામાં ભીડનો લાભ લઇ ખીસ્સા કાપી ચોરી કરી હોવાની કબૂલાત કરતા તેમની વિરૂધ્ધમાં સીઆરપીસી કલમ ૪૧(૧)ડી,૧૦૨ મુજબ તેમજ અટકાયત કરી તેમની આગળની કાયદેસરની કાર્યવાહી સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપવામાં આવી છે.


Download Our B K News Today App



Related News