લોકશાહીના મહાપર્વને આપણો અમૂલ્ય મત આપી ઉત્સાહભેર ઉજવીએવિશ્વમાં ભારતએ બિનસંપ્રદાયિક-કૃષિ પ્રધાન લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 05:58:39
  • Views : 572
  • Modified Date : 2019-04-23 05:58:39

 અબ્રાહમ  લીંકને આપેલી લોકશાહીની વ્યાખ્યા પ્રમાણે ઓફ ધી પીપલ બાય ધી પીપલ અને ફોર ધી પીપલ. લોકો દ્વારા, લોકોથી લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી
 શાસન-આપણા દેશમાં આ વ્યાખ્યાને કેવા સ્વરૂપે મૂકી દીધી છે. તે બૌÂધ્ધક વર્ગ બહુ સારી રીતે જાણે છે. ચૂંટણી પંચ ન્યાયતંત્ર તરફ હજુ પ્રજાની મીટ મંડાયેલી છે. ભારતમાં લોકસભા ૨૦૧૯ની ૫૪૩ બેઠકો માટે સાત તબક્કાઓમાં ચૂંટણી થશે. ત્રીજા તબક્કામાં આજે એટલે કે તા.૨૩-૪-૨૦૧૯ને મંગળવારે ગુજરાતની ૨૬ બેઠકો માટે સવારે ૭ઃ૦૦ વાગ્યા થી મતદાન થશે. આ ચૂંટણી જંગમાં ભાજપ - કોંગ્રેસના ૨૬-૨૬ ઉમેદવારો તથા ૧૨ જેટલી બેઠકો પર બસપાના ઉમેદવારો સાથે અપક્ષો પોતાનું ભાવી અજમાવી રહ્યા છે. ગુજરાતમાં લગભગ ભાજપ-કોંગ્રેસ જ પ્રજાના માણસ પર છવાયેલ છે. એટલે બીજા પ્રાદેશીક કે રાષ્ટ્રિય પક્ષો લગભગ ચાલતા નથી અપક્ષ કયાંક ચૂંટાય તો તે ઉમેદવારની અસર આધારીત રહે છે. અન્ય પક્ષના વિજય પાછળ પણ પક્ષ કરતાં વ્યÂક્ત પ્રભુત્વ વધુ કામિયાબ રહે છે. ૨૦૧૪માં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જે મોદી માહોલ જાવા મળતો હતો તે આ ચૂંટણીમાં ઓછો જાવા મળ્યો. પ્રજાને સ્પર્શતા પ્રશ્નોને એક પણ પક્ષે વાચા આપી નથી. ખરા ખોટાં નિવેદનો થકી જ ચૂંટણી પ્રચાર પૂર્ણ થયો. કડક આચાર સંહિતા નો અમલ ચૂંટણી પંચ કરાવવા બધાજ પ્રયત્નો કર્યા પણ કયાંક “કોક” નડે તેવી Âસ્થતિ પણ જાવા મળી. આજે સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ લોકશાહી પદ્ધતિને અનુરૂપ મતદાન થાય ને આગામી તા.૨૩-૫-૨૦૧૯ના ચૂંટણી પરિણામો જે જાહેર થાય તેમાં પ્રજાલક્ષી સરકાર બને એજ પ્રભુને પ્રાર્થના મતદાન આજે અવશ્ય કરો તમારી બુદ્ધિ-શÂક્ત સમજ પ્રમાણે પણ મતદાન મથકે જઈને મતદાન કરવું એ આપણી ફરજ છે. તે કયારેય ભુલવું ન જાઈએ લોકશાહીના મહાપર્વને આપણો અમૂલ્ય મત આપીને ઉત્સાહભરે ઉજવીએ

Download Our B K News Today App



Related News