લોકસભા ચૂંટણી પહેલા ફેસબુકનો કોંગ્રેસને આંચકો, 687 પેજ અને એકાઉન્ટને હટાવ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-02 05:44:39
  • Views : 516
  • Modified Date : 2019-04-14 10:25:08

સોશિયલ મીડિયા ફેસબુકે ભારતમાં લોકસભા ચૂંટણી પહેલા મોટું પગલું ભર્યું છે. ફેસબુકે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજ અને એકાઉન્ટને હટાવી દીધા છે.

સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર, ફેસબુક કોંગ્રેસ સાથે જોડાયેલા 687 પેજ અને એકાઉન્ટને હટાવી રહી છે. આ ઉપરાંત ફેસબુકે પાકિસ્તાની સેનાના કર્મચારીઓના 103 એકાઉન્ટ પણ બંધ કર્યા છે.

ફેસબુકનું કહેવું છે કે 687 એવા પેજ અને એકાઉન્ટ હટાવવામાં આવ્યા છે જેના દ્વારા અનિચ્છનીય કામ કરવામાં આવતું હતું અને બધા એકાઉન્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આઈટી સેલ સાથે સંબંધિત હતા.

પેજના એડમિન અને ખાતાના માલિક સ્થાનિક સમાચારોની સાથો સાથ રાજકીય સમાચારોને પોસ્ટ કરતા હતા.આ સમાચારોમાં આગામી ચૂંટણી, ઉમેદવારોના વિચારની સાથો કોંગ્રેસ અને બીજેપીની વિરુદ્ધ પ્રચાર કરવામાં આવતો હતો. જ્યારે આ સંબંધમાં તપાસ કરવામાં આવી તો એ જાણવા મળ્યું કે આ તમામ ખાતા કોંગ્રેસની આઈટી સેલ સાથે સંબંધિત હતા.

Download Our B K News Today App



Related News