લોકનિકેતન વિનયમંદિર લવાણાના બાળકોએ પ્રદેશ કક્ષાના યુવક મહોત્સવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-17 18:01:38
  • Views : 454
  • Modified Date : 2019-12-17 18:01:38

લોકનિકેતન વિનયમંદિર લવાણાના બાળકોએ પ્રદેશ કક્ષાના યુવક મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર લવાણામાં બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓ શોધી તેમના વ્યકિતત્વ ઘડતર માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ સંસ્થા બાળકોમાં શિક્ષણની સાથે સાથે પ્રવૃત્તિલક્ષી કાર્યક્રમ દ્વારા બાળકોને પોતાના રસરુચિ અનુસાર ક્ષેત્રમાં વ્યકિતત્વ વિકાસની તક પૂરી પાડે છે.જેમાં તાજેતરમાં ગુજરાત સરકારની રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત યુવક મહોત્સવ:-૨૦૧૯માં એકાંકી સ્પધૉમાં (ખુલ્લો વિભાગ) લાખણી તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી પ્રદેશ કક્ષાનો યુવક મહોત્સવ ૨૦૧૯માં સંકલ્પ ઈન્ટરનેશનલ સ્કૂલ નિકોલ અમદાવાદ ખાતે (ઝોન કક્ષાએ) બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા હતા. ત્યારે ગ્રામીણ વિસ્તારોના બાળકો માટે આ યુવક મહોત્સવ વ્યકિતત્વ ઘડતર માટે શ્રેષ્ઠ બની રહ્યો હતો. 

Download Our B K News Today App



Related News