આગથળા લોકઅપમાંથી દુષ્કર્મના ગુનાનો આરોપી મોંઢુ ધોવાના બહાને ભાગી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 11:43:04
  • Views : 633
  • Modified Date : 2020-07-23 11:43:04

 લાખણી તાલુકાના આગથળા પોલીસ સ્ટેશને એક મહિના પહેલા નોંધાયેલી ચિત્રોડા ગામની ફરિયાદ અપહરણ અને દુષ્કર્મના ગુનાનો સહ આરોપી લોકઅપમાંથી મોં ધોવાના બહાને મંગળવારે બહાર આવી સ્ટાફની નજર ચૂકવી ભાગી છૂટતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.14મી જૂનના રોજ ચિત્રોડા ગામે પરિણીતાને બે યુવકો છરીની અણીએ બાઈક ઉપર ત્યારબાદ ઈકો ગાડીમાં ઉઠાવી જઈ અમદાવાદના ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજાર્યું હતું.જે બાબતે પરિણીતાના પતિએ 17 જુનના રોજ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જે ગુનાના મુખ્ય આરોપી કૈલાસજી તલાજી ઠાકોરને આગથળા પોલીસે ઝડપી લઇ જિલ્લા જેલ ખાતે ખસેડયો હતો.જ્યારે આ ગુનામાં નાસતા ફરતા સહઆરોપી પ્રવીણજી વાઘાજી ઠાકોરને પોલીસે 20 જુલાઇના રોજ ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.આ દરમિયાન મંગળવારના રોજ આરોપી પ્રવીણજીને જેલમાં ગભરામણ થતી હોવાનું બહાનું કાઢી મારે હાથ - પગ અને મોં ધોવું છે તેવું જણાવી બહાર આવી પોલીસ સ્ટાફનું ધ્યાન ચૂકવી ભાગી જતાં ખળભળાટ મચ્યો છે. જે બાબતે આરોપી વિરુદ્ધ આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. એ લેખિત ફરિયાદ નોંધાવી હતી.આરોપી પ્રવીણજી વાઘાજી ઠાકોર મોઢું ધોવાના બહાને બહાર આવ્યો હતો. તે સમયે કેટલાક અરજદારો પોલીસ સ્ટેશન ખાતે દાખલો લેવા આવતાં પી.એસ.ઓ. તેઓને જવાબ આપવા રોકાતા આરોપી તેમની નજર ચૂકવી પોલીસ સ્ટેશનનો વરંડો કુદીને ભાગ્યો હતો.

Download Our B K News Today App



Related News