જાહેરનામાનો પ્રથમ દિવસે 4 વાગ્યા બાદ વેપાર-ધંધા બંધના લોકડાઉન જેવો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 12:08:58
  • Views : 701
  • Modified Date : 2020-07-11 12:08:58

 જિલ્લામાં બેકાબુ બનેલા કોરોનાનો પોઝિટિવ આંક દિવસેને દિવસે પાલનપુર અને ડીસામાં વધી રહ્યો છે. જેને લઇ ગુરુવારે જિલ્લા કલેકટર દ્વારા પાલનપુર, ડીસામાં બપોરે 4 વાગ્યા બાદ વેપાર-રોજગાર બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. બપોરે 4:33એ શહેરના અમીરરોડ વિસ્તારમાં પહોંચ્યો તો દવાની દુકાનોને છોડતાં અન્ય દુકાનોને તાળાં લાગી ગયા હતા. જોકે અમીરરોડથી સિમલાગેટ માર્ગ પર કેટલીક શાકભાજીની રેંકડીઓ ખડકાયેલી હતી. પરંતુ શાકભાજી લેવા વાળું કોઇ નજરે પડ્યું ન હતું.4:41એ સિમલાગેટ વિસ્તારમાં પહોંચ્યો તમામ દુકાનો બંધ હતી. જૂના પોલીસ મથક નજીક પોલીસની કેટલીક વાનો ઊભી હતી. જોકે બજારો બંધ હતી. પરંતુ કેટલાક લોકો જાહેર માર્ગો પરથી પસાર થઇ રહ્યા હતા. એક મુસાફરને પૂછ્યું તો હાઇવે વિસ્તારમાંથી નોકરી કરી ઘરે પરત જતો હોવાનું જણાવ્યું હતું.4:56એ દિલ્હીગેટ વિસ્તારમાં પહોંચ્યો ફક્ત મેડિકલ સ્ટોર્સ ખુલ્લા હતા. દુકાનો બધી બંધ થઇ ગઈ હતી. વિક્ટોરિયા લાઇબ્રેરી બહાર રિક્ષા ચાલકો પેસેન્જરોની રાહ જોઈ તેમજ દિલ્હીગેટથી જૂના ટેલીફોન એક્સચેન્જ માર્ગ પર શાકભાજી અને ફ્રૂટના રેંકડી ધારકો ગ્રાહકોની રાહ જોઇ ઉભા હતા. જોકે થોડી ક્ષણોમાં ત્યાંથી પોલીસ વાન પસાર થઇ તો પોલીસ વાનને જોઈ રેંકડી ધારકો અને રીક્ષા ચાલકો ત્યાંથી નીકળી ગયા હતા. 

Download Our B K News Today App



Related News