પાટનગર લોકડાઉન નિયમનું પાલન નહી કરો તો સીધા જેલ હવાલે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-24 14:15:49
  • Views : 387
  • Modified Date : 2020-03-24 14:15:49

પાટનગર લોકડાઉન નિયમનું પાલન નહી કરો તો સીધા જેલ હવાલે કરાશે દેશમાં કોરોનાનો કાળો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે ૬ જેટલા શહેરોને લોકડાઉન કરી દીધા છે. જેથી ગાંધીનગર સચિવાલય અને વિધાનસભામાં કામ કરનારા કર્મચારીઓને જ ગાંધીનગરમાં એન્ટ્રી અપાઈ રહી છે. તે દરમિયાન અમદાવાદ-ગાંધીનગર હાઇવે ઉપર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, લોકોની તપાસ કર્યા બાદ અમે તેમને ગાંધીનગરમાં પ્રવેશવાની પરવાનગી આપી રહ્યા છીએ. વધુમાં તેમણે જણાવ્યું કે, ગાંધીનગરના એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝીટ પોઈન્ટ લોકડાઉન કરવાના આદેશ આપી દેવાયા છે.  કોરોના વાઇરસને કારણે ગાંધીનગરને લોકડાઉન કરાયું છે. જેથી ગાંધીનગરના તમામ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યુ છે. તમામ લોકલ સેવા સ્થગિત કરી છે, પરંતુ આવશ્યક સેવાઓ તેમજ ચીજ-વસ્તુઓ માટે ગાંધીનગરમાં પ્રવેશ હાલ આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં રાજ્ય સરકારે તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જેથી ગાંધીનગરમાં નિયમનો ભંગ થાય નહીં તેની તકેદારી પણ તંત્ર રાખી રહ્યું છે.  જો કોઈ નિયમનો ભંગ કરશે તો તેના વિરૂદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત જે પણ કોઈ વ્યક્તિ કંટ્રોલમાં મંડપ સર્વિસ સ્ટેશન હેઠળ છે, તે પણ કોરોન્ટાઇલનો ભંગ કરશે. તો તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે.લાકડાઉન એટલે શું ?લાકડાઉન એક ઈમરજન્સી વ્યવસ્થા છે. જે વિસ્તારમાં લાકડાઉન જાહેર કરવામાં આવે તે વિસ્તારમાં લોકોને ઘરની બહાર નીકળવાની સખત મનાઈ હોય છે. જો કોઈને દવા કે અનાજની જરૂર હોય તો બહાર નીકળે શકે અથવા હોસ્પિટલ અને બેંકના કામ માટે બહાર નીકળી શકે છે. તે ઉપરાંત બાળકો અને વૃદ્ધોની સારસંભાળ માટે પણ બહાર નીકળવાની મંજૂરી મળી શકે છે.અમદાવાદથી ગાંધીનગર તરફના રસ્તા પર લોકડાઉનકોરોના વાયરસને પગલે ૨૨મી માર્ચે લોકોએ જનતા કરફ્યુનું પાલન કર્યુ હતું. ત્યારબાદ આગામી ૩ દિવસ માટે સરકાર દ્વારા લોકડાઉન કરાવતાં પોલીસ હરકતમાં આવી છે. શહેરમાં ગાંધીનગર તરફ આવવાના  રસ્તા પરથી લોકોને લોકડાઉનના કારણે રોકવામાં આવ્યા હતા.  પોલીસ દ્વારા રસ્તા પરથી જતા રીક્ષાચાલકો અને ટેક્ષીચાલકો સહિત અનેક લોકોને રોકવાની કામગીરી હાથ ધરી હતી. લોકડાઉન કેમ કરવામાં આવે છે ?વ્યક્તિને કે વિસ્તારને કોઈપણ પ્રકારના ખતરાથી બચાવવા માટે લોકડાઉન કરવામાં આવે છે. કોરોના સંક્રમણને ધ્યાને લઈ ઘણાં દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ન પ્રસરે તે માટે જરૂરી હોય છે કે લોકો ઘરની બહાર ઓછા નીકળે. બહાર નીકળવાની સ્થિતિમાં સંક્રમણનું જોખમ વધી જાય છે. તેથી જ કેટલાંક દેશોમાં લોકડાઉનની સ્થિતિ ઉભી થઈ છે. ગાંધીનગર શહેરના હાર્દસમા સેકટર ૨૪ માં બીજા દિવસે  નાના-મોટા ધંધા, દુકાન બંધ રાખીને લોકોએ ધરમાં રહેવાનું પસંદ કર્યુ હતુ. જ્યારે સેકટર ૭ માં મહંદ અંશે દુકાનો ચાલુ હોવાનું જણાતા લોકો ખરીદી કરતા જાવા મળ્યા હતા.


Download Our B K News Today App



Related News