લો બોલો, આ ઠગે તો ધારાસભ્યોને પણ ઠગી લીધા, આખરે થઈ ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-17 17:13:10
  • Views : 587
  • Modified Date : 2019-07-17 17:13:10

પોલીસ સૂત્રોનું કહેવું છે કે આરોપી વ્યક્તિની ઓળખ સંજય તિવારી તરીકે થઇ છે. તેની દિલ્હી સ્થિત ઘરેથી ધરપકડ કરવામાં આવી. સૂત્રોનું કહેવું છે કે પોલીસે ત્રણ ધારાસભ્યોને આ મામલાને પ્રાથમિકતાથી ઉકેલવાની અપીલ કરી છે. ધારાસભ્યોએ પોલીસમાં જણાવ્યું કે આરોપી સાથે તેમની મુલાકાત ગત વર્ષે દિલ્હીમાં એક સમારોહમાં થઇ હતી. ધારાસભ્યો સાથે આરોપીએ મુલાકાત કરી અને રાજનીતિક મામલામાં મદદની વાત કહી હતી.અકાઉન્ટમાં પૈસા આવ્યા બાદ ફરાર થયો આરોપીસૂત્રોએ જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ પાછા ફર્યા બાદ ધારાસભ્યોને અરુણાચલ કેબિનેટમાં સ્થાન માટે ફોન કર્યો. ફોન પર આરોપીએ ધારાસભ્યોને વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરવાની વાત કહીને કેટલાક પૈસાની ડીમાન્ડ મુકી. ધારાસભ્યોએ આરોપીના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા, પરંતુ તેના બાદ તે ફરાર થઇ ગયો.પોલીસે છેતરપિંડીની નોંધી ફરિયાદપોલીસ અધિકારીઓએ તપાસ બાદ ખુલાસો કર્યો છે કે આરોપી તિવારીનો રાજનેતાઓ સાથે કોઇ સંબંધ નથી. ગત વર્ષે જે સમારોહમાં તે ધારાસભ્યોને મળ્યો હતો, આરોપીને તેનું આમંત્રણ પણ નહોતું 

Download Our B K News Today App



Related News