સિંહોનું રાજસ્થાન, MPમાં સ્થળાંતર કરવા હિલચાલ, સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-29 13:02:16
  • Views : 523
  • Modified Date : 2020-10-29 13:02:16

          સિંહોનું પ્રોજેક્ટ લાયન હેઠળ રાજસ્થાન, મધ્યપ્રદેશના જંગલોમાં સ્થળાંતર કરવાની હિલચાલ થઇ રહ્યાની વિગતો બહાર આવી છે. ગીરમાંજ સિંહોનું વ્યવસ્થાપન કરવાને બદલે અન્ય સ્થળે પણ વસાહતો ઉભી કરવાની પેરવી થઇ રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.પ્રકૃતિપ્રેમીઓમાં હાલ સોશ્યલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પ્રોજેક્ટ લાયનની જાહેરાત થયા બાદ સિંહોના સ્થળાંતર માટે જીનેટિક ડાયવર્સિટીના નામે અંબાજીના જેસોર - બાલારામના જંગલમાં, રાજસ્થાનના સીતામાતા, મુકુંદ્રા ટાઇગર રીઝર્વમાં, કુંભલગઢ અભયારણ્યો તેમજ મધ્યપ્રદેશના માધવ નેશનલ પાર્ક અને ગાંધી સાગર અભયારણ્યમાં પણ વસાવવાની વિચારણા થઇ રહી છે.ગુજરાતમાં 674 સિંહો છે. અને તેનું યોગ્ય વ્યવસ્થાપન પણ થઇ શકે એમ છે. આ સાથે આ મેસેજમાં એવી ભિતી પણ વ્યક્ત કરાઇ રહી છે કે, સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડ દ્વારા ગીરમાં બ્રોડગેજ રેલ્વે લાઇનને મંજૂરી આપવાની અને ખાનગી કંપની દ્વારા જંગલમાં ફાયબર ઓપ્ટિકલ કેબલ ફેલાવવા બ્રોડગેજ લાઇનનો વિરોધ કરી સ્થાનિક લોકોની સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરી રહ્યાનું પણ આ મેસેજમાં જણાવાયું છે.

Download Our B K News Today App



Related News