સુઇગામ તાલુકામાં લિંબુણી માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 12:56:38
  • Views : 428
  • Modified Date : 2020-07-03 12:56:38

સરહદી  સુઇગામ તાલુકામાંથી પસાર થતી લિંબુણી માઇનોર કેનાલમાં  વધુ પાણી છોડી દેવાતાં બુધવારની રાત્રે હલકી ગુણવત્તાની કેનાલ તૂટી જતાં 25 ફૂટ ઉપરાંતનું ગાબડું પડી જતા  ખેડૂતના બિન વાવેતર કરેલ 3 એકર ખેતરમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં ખેતર તળાવમાં ફેરવાઈ ગયું હતું.  બુધવારની રાત્રે વરસાદી માહોલમાં નર્મદા તંત્ર દ્વારા કેનાલોમાં વધુ પાણી છોડી દેવાતાં લિંબુણી માઇનોર કેનાલ ગંગારામભાઈ પરબતભાઇ પટેલના ખેતરમાં તૂટી જતા 25 ફૂટનું ગાબડું પડી ગયું હતું. અને 3 એકર ખેતરમાં કેનાલનું પાણી ભરાઈ જતાં ખેતર તળાવમાં ફેરવાઈ ગયું હતું. 

Download Our B K News Today App



Related News