દક્ષિણ ગુજરાતના 31 તાલુકામાં હળવો વરસાદ, ચાર તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-28 11:46:47
  • Views : 333
  • Modified Date : 2020-08-28 11:46:47

      હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 32માંથી 31 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરપાડા, પલસાણા, ડોલવણ અને માંગરોળમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડ્યો છેદક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. જેથી તંત્ર દ્વારા રસ્તાઓ રિપેર કરવાની કામગીરી તાલી રહી છે. જ્યારે ભારે વરસાદના કારણે પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે નેશનલ હાઈવે પર મસમોટું ગાબડું પડી ગયું છે. જ્યારે વાંસદા તાલુકાના કંબોયાથી વાંદરવેલાને જોડતા રસ્તા પર કોતર પર આવેલ પુલની હાલત જર્જરિત થઈ ગઈ છે. અગાઉના વર્ષે એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સાથે ધરમપુરમાં આવેલા ભૂતરૂન ખનકી પરનું નાળું તૂટી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Download Our B K News Today App



Related News