ગૌશાળામાં સહાય બંધ થતાં 700 ગાયો છોડી મુકી, સહાય વિના ગાયોનું પેટ કેવી રીતે ભરવું ? સરકારના પેટનું પાણી હલતું નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-09 13:52:23
  • Views : 476
  • Modified Date : 2020-09-09 13:52:23

      બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળનું સહાય મુદ્દે આંદોલન ઉગ્ર બની ચુક્યું છે. મંગળવારે વાવ, કાંટ, ધાનેરા,ભાભર,થરા સહિત પાંચ ગૌશાળાની 700 જેટલી ગાયો રસ્તા પર છોડી મુકાતાં અફરાતફરી મચી હતી.ગૌશાળા અને પાંજરાપોળમાંથી પશુધનને છોડી વિરોધ કરવામાં આવ્યો હતો. ગૌશાળા સંચાલકોની માંગ છે કે જ્યાં સુધી સરકાર સહાયની માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી ગૌધન હવે રસ્તા પર રહેશે. ત્યારે પોલીસે સંચાલકોને સમજાવી ગાયો પરત ગૌશાળામાં મોકલી હતી. ડીસામાં પોલીસ અને સંચાલકો વચ્ચે ચકમક ઝરી હતી. ડીસામાં અંદાજે 200 થી 250, વાવમાં 250,થરામાં 100 ઉપરાંત,ભાભરમાં 50,ધાનેરામાં 100 ગાયો છોડી મુકવી પડી હતીબનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સરકાર સામે સહાય માટે માંગ કરી રહ્યા છે. પરંતુ આ મામલે હકારાત્મક પ્રતિકાર ન મળતા હવે સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. મંગળવારે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગની ગૌશાળાઓમાં પશુધન રસ્તા પર છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસાની કાંટ પાંજરાપોળમાં ગાયો છોડવાના મુદ્દે પોલીસ-સંચાલકો વચ્ચે રકઝક થઇ હતી. અને ગાયો બહાર ન કાઢે તે માટે કાંટ પાંજરાપોળમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ત્યારે કાંકરેજના ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોને ગાયોના નિભાવ માટે સહાય પેકેજ ચુકવવામાં આવે તેવી માંગ સાથે ગાયોને રસ્તા ઉપર છોડી મુકાઇ હતી.વાવ તાલુકાની યાત્રાધામ ઢીમામાં આવેલ શ્રીરામ આશરા ધરણીધર ગૌશાળાની ગાયોને બપોરે છોડવામાં આવી હતી. ત્યારે રોડ પર મોટી સંખ્યામાં ગાયો આવતાં જ વાહનચાલકોએ પણ મુશ્કેલીઓ વેઠવી પડી હતી.ભાભર જલારામ ગૌશાળા દ્વારા મોટી સંખ્યામાં ગૌવંશને રસ્તા પર છોડી મૂકવામાં આવ્યું હતું. ગૌશાળાનું 3 કરોડ જેટલું દેવું વધી ગયેલ છે આવકનો સ્ત્રોત જીરો થતાં આવક વિના ઘાસચારાનું પેમેન્ટ કરવું મુશ્કેલ થતાં મંગળવારે ગૌવંશને રસ્તા પર છોડવામાં આવ્યો હતો અને સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી હતી. જો કે ભાભર પોલીસ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી જલારામ ગૌશાળાના ગૌશાળામાં સહાય બંધ થતાં 700 ગાયો છોડી મુકીટ્રસ્ટીઓ અને સંચાલકોને પોલીસે સમજાવી ગૌવંશને પરત ગૌશાળામાં મોકલવામાં આવ્યો હતો.આ અંગે મહામંન્ડલેશ્વર શ્રી જાનકીદાસજી મહારાજે જણાવ્યું હતું કે ‘સરકાર દ્વારા અમારી માંગ પુરી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ આંદોલન યથાવત જ રહેશે. જેથી અમારી માંગ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવું જણાવ્યું હતું.’

.

Download Our B K News Today App



Related News