લિવ ઇન રિલેશનમા રહેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો જુઓ શું થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 13:49:28
  • Views : 571
  • Modified Date : 2019-07-12 13:49:28

રાજ્યમાં લિવ ઇન રિલેશનમાં રહેતા લોકો માટે અવાર નવાર લાલબત્તી સમાન કિસ્સા સામે આવતા હોય છે. તેમ છતાં લોકો એકની એક ભૂલ ફરીથી કરીને પોતાનો જીવ ગુમાવતા હોય છે. આવી એક ઘટના સૂરતમાં બની છે. જ્યાં પત્ની સાથેના અણ બનાવના કારણે બીજી પત્ની સાથે લિવ ઇન રિલેશનમાં રહેતા સુરતના યુવકને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનામાં ખુલાસો થયો છે કે યુવકની હત્યા તેની પત્નીએ સોપારી આપીને કરી હતી. પોલીસે પત્નીના રિમાન્ડ લેતા અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતા દેખાઇ રહી છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના એક ગામમાં પોતાની પત્ની સાથેના ઝઘડાઓથી કંટાળીને રોહિત ચંદુભાઇ બોરડ નામનો યુવાન જાનવી મીઠાપરા નામની યુવતી સાથે લિવ ઇન રિલેશનમાં રહેતો હતો. પરંતુ અચાનક ગત શનિવારે તેનો મૃતદેહ તેના ગામની સીમમાંથી મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે કાર્યવાહી કરતા રોહિતની હત્યા તેની પત્ની જયશ્રીએ કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પત્નીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને આશા છે કે હજી પત્ની પાસેથી અનેક ખુલાસાઓ થશે.

આ ઘટનામાં પોલીસને જાણવા મળ્યું છે કે, થોડા દિવસ પહેલા રોહિતની હત્યા કરવા માટે જયશ્રીએ અલ્તાફ નામના યુવાનને 2.5 લાખની સોપારી આપી હતી. જોકે, અલ્તાફ રોહિતનો મિત્ર નીકળતા તેને ઘટનાની વાત રોહિતને કરી હતી. આથી રોહિત બચી ગયો હતો. ત્યારબાદ પત્ની જયશ્રીએ ફરીથી પત્નિને મારવાનો પ્લાન બનાવ્યો હતો.

જયશ્રીએ ફરી રોહિતને મારવા માટેની સોપારી સુરતના અક્ષય પાટીલ નામના યુવકને 2 લાખની આપી હતી. જેમાં રોહિતને પ્લાન મુજબ કડોદરા બોલાવવા તેમજ ઘટના સ્થળ સુધી પહોંચાડવા માટે જયશ્રી સાથે લોહીના વ્યાપારમાં સંકળાયેલી જ્યોતિ નામની યુવતીઓ સહારો લીધો હતો. રોહિત અને જ્યોતી કડોદરા ખાતે સ્પા મસાજ પાર્લર ચાલુ કરવાનું વાતનું બહાનું કરી રોહિતને કડોદરા બોલાવવાનું નક્કી કર્યું હતું.

ઘટનાના દિવસે જયશ્રીએ જાતે જ્યોતિના મોબાઈલ પરથી વોટ્સએપ પર રોહિત સાથે વાત કરી તેને કડોદરા મળવા તૈયાર કર્યો હતો. પ્લાન મુજબ રોહિત અને જ્યોતિ સાંજના 7 વાગ્યાના અરસામાં સંજીવની હોસ્પિટલ નજીક ઉભા હતા કે તરત એક નંબર વગરની એક્ટિવા પર અક્ષય તેમજ વિજય ઉર્ફે ડબ્બુ પાટીલ આવ્યા અને રોહિતના માથામાં સાળીયાનો ઘા કર્યો હતો. જે જોઈ જ્યોતિ ગભરાઈ ત્યાંથી ભાગી છૂટી હતી. ઘટના બાદ રોહિતને અર્ધમુઓ કરીને કારમાં નાખી પલસાણા તરફ ભાગી છૂટ્યા હતા અને રોહિતની લાશને એના ગામની સીમના ફેંકી હતી.

રોહિતની હત્યા પાછળની માસ્ટર માઇન્ડ રોહિતની પત્ની રોહિતને સોપારી આપીને રોહિતને કડોદરા બોલાવવા જ્યોતિના ફોનમાંથી જાતે જ વોટ્સઅપ મેસેજ કર્યો હતો. રોહિતની હત્યા બાદ જયશ્રીએ રોહિતનો ફોન સુરત નજીક ખાડીમાં ફેંક્યો હતો. જોકે હજુ સુધી રોહિતના બુલેટનો તેમજ હત્યામાં વપરાયેલી કાર પોલીસને હાથ લાગી નથી.

Download Our B K News Today App



Related News