હિંમતનગર વિસ્તારમાંથી ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. સાબરકાંઠા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-24 14:36:13
  • Views : 445
  • Modified Date : 2019-12-24 14:36:13

સાબરકાંઠા જિલ્લામાં બનતા ચોરી તથા ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ અગાઉ બનેલ ચોરી તથા ઘરફોડ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીક  વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓને સૂચના આપેલ. જે સૂચના આધારે પો.સ.ઇ.  જે.એમ.પરમાર નાઓની સાથે અ.હેડ કોન્સ. મો.સલીમ, ડ્રા.પો.કો. ચંદ્રસિંહ, આ.પો.કો. નિરીલકુમાર મોજીસભાઇ બ.ન.૧૫ વિગેરે માણસો હિમતનગર શહેરમાં ચોરી ઘરફોડચોરી અંગેની વોચ તપાસમાં હતા. તે દરમ્યાન મોતીપુરા ખાતે આવતા ચોકકસ બાતમી આધારે તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે ચોકકસ હકીકત મળેલ કે, ‘‘હિંમતનગર એ-ડિવિજન પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૯૫/૨૦૧૯ ઇપીકો કલમ ૩૮૦ મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પ્રકાશભાઇ ઉર્ફે બોડો સ/ઓ બચુભાઇ (દેવીપુજક) વાઘરી રહે.ગઢોડા સેન્ચ્યુરી ફેકટરી પાછળ આવેલ ઓરડીમાં, તા.હિંમતનગર જિ.સાબરકાંઠાનો હાલમાં હિંમતનગર વૈશાલી સિનેમા પેટ્રોલપંપ નજીક રોડ ઉપર ઉભેલ છે’’ તેવી હકીકત મળતા બાતમીવાળી જગ્યાએ હિંમતનગર વૈશાલી સિનેમા પેટ્રોલપંપ નજીક રોડ ઉપર જતાં બાતમી હકીકત વાળો ઇસમ ઉભેલ હોઇ સદરી ઇસમને કોર્ડન કરી પકડી લઇ તેની અંગ જડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક સિલ્વર કલરનો સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન તથા પેન્ટના બીજા ખીસ્સામાંથી પીળી ધાતુની સોના જેવી એક જોડી બુટ્ટી તથા સફેદ ધાતુનો એક કમ્મર ઝુડો તથા હાથનું કડુ તથા ત્રણ જોડી અંગુઠી તથા સફેદ ધાતુની ચાંદી જેવા એક જોડી પગના છડા મળી આવેલ. જેથી સદર મોબાઇલ, પીળી ધાતુ, સફેદ ધાતુના ચાંદીના જેવા દાગીના કોના છે અને કોની પાસેથી મેળવેલ છે તે બાબતે પુછપરછ કરતા તેણે જણાવેલ કે, ‘‘આજથી આશરે ત્રણેક માસ અગાઉ મેં તથા મારા મિત્ર ચેતન વાઘરી, અનિલ રાકેશભાઇ વાઘેલા બન્ને રહે.મોતીપુરા મોર્ડન સ્કૂલની બાજુમાં આવેલ છાપરામાં તા.હિંમતનગર નાએ સાથે મળી મોતીપુરા ખાતે આવેલ એક સોસાયટીમાંથી રાત્રી દરમ્યાન ખુલ્લા ઘરમાં ઘુસી જઇ બે મોબાઇલ ફોન તથા સોના ચાંદીના ઘરેણાની ચોરી કરેલ હતી. તેમાંથી આ મોબાઇલ ફોન, સોનાની એક જોડી બુટ્ટી, ચાંદીનો એક કમ્મર ઝુડો, હાથનું કડુ, ત્રણ જોડી અંગુઠી, ચાંદીના એક જોડી પગના છડા મારી પાસે રાખેલ હતા. જે  હિંમતનગરમાં વેચવા સારૂ નીકળેલ હતો. જેથી તેની પાસેથી મળી આવેલ (૧) સેમસંગ કંપનીનો મોબાઇલ કિં.રૂ. ૧૦,૦૦૦/- (૨) કાનની બુટ્ટીનું કિં.રૂ. ૩,૦૦૦/- (૩) ચાંદીનો એક કમ્મર ઝુડો કિં.રૂ.૫,૦૦૦/- (૪)  હાથનું કડુ કિં.રૂ.૧,૦૦૦/- (૫) ત્રણ જોડી અંગુઠી કિં.રૂ.૧૦૦૦/- (૫) ચાંદીના એક જોડી પગના છડા કિં.રૂ.૩૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૨૩૦૦૦/- નો મુદ્દામાલ હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૯૫/૨૦૧૯ ઇપીકો કલમ ૩૮૦ મુજબના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ હોઇ પ્રકાશભાઇ ઉર્ફે બોડો સ/ઓ બચુભાઇ (દેવીપુજક) વાઘરી રહે.ગઢોડા સેન્ચ્યુરી ફેકટરી પાછળ આવેલ ઓરડીમાં, તા.હિંમતનગર જિ.સાબરકાંઠાની અટક કરેલ છે. આમ સાબરકાંઠા એલ.સી.બી.એ વણશોધાયેલ ચોરીનો એક વધુ ગુન્હો શોધવામાં સફળતા મેળવેલ છે.



Download Our B K News Today App



Related News