શહેરભરના ખખડધજ રસ્તાઓ રિપેર કરવામાં મનપાની આળસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-12 17:02:28
  • Views : 24
  • Modified Date : 2025-05-12 17:02:28

ભાવનગર : શહેરમાં મોટાભાગના રોડ હાલ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે અને આ રોડમાં નાના-મોટા ખાડા હોય છે તેથી વાહન ચાલકોને ખુબ જ મૂશ્કેલી પડી રહી છે છતાં મહાપાલિકા દ્વારા રોડ રિપેર કરવામાં આળસ કરવામાં આવી રહી છે. મહાપાલિકાના રોડ વિભાગે તપાસ કરી તત્કાલ યોગ્ય પગલા લેવા જોઈએ તેવી લોકોએ માંગણી કરી છે. 

શહેરના કુંભારવાડા, ચિત્રા, ફુલસર, નારી, કાળીયાબીડ, સિદસર, ભરતનગર, ગાયત્રીનગર, અધેવાડા, હિલડ્રાઈવ, સુભાષનગર, કરચલીયા પરા, ખેડૂતવાસ સહિતના વિસ્તારમાં આવેલ ઘણા રોડમાં નાના-મોટા ખાડા જોવા મળી રહ્યા છે છતા મહાપાલિકાએ ખાડાઓ દેખાતા ન હોય તેમ રીપેરીંગ કામગીરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત કમોસમી વરસાદના પગલે રોડ બિસ્માર થઈ ગયા છે ત્યારે વાહન ચાલકોની મૂશ્કેલી વધી છે અને વાહન ચાલકો કચવાટ કરી રહ્યા છે. ખરાબ રોડના પગલે અકસ્માતની ભીતિ રહેલી છે અને રોડ રીપેરીંગ કરવા જાગૃત નાગરીકોએ માંગણી પણ કરી છે પરંતુ મહાપાલિકાના રોડ વિભાગ દ્વારા યોગ્ય પગલા લેવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

Download Our B K News Today App



Related News