લતા દીદીએ ભારત રત્ન સ્વીકારતી વખતે પહેર્યું હતું ગુજરાતનું પટોળું, મુકેશભાઈએ આજે પણ સાચવી રાખ્યો છે 51 હજારનો ચેક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-08 11:44:56
  • Views : 236
  • Modified Date : 2022-04-08 11:44:56

 

લતા ફૈ...વયા ગયા...આ શબ્દો છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના(ભગતનું ગામ) વતની અને શ્રી નાગેશ્વરી પટોળા હાઉસના મુકેશભાઈ રાઠોડના. સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર સાથે છેલ્લા એકાદ દાયકાથી વધુ સમયનો સંબંધ ધરાવે છે મુકેશભાઈ અને તેમનો પરિવાર. 

સુરેન્દ્રનગરના ખોબા જેવડા ગામ સાયલા(ભગતનું ગામ)થી પટોળાની કરતા ખરીદી 

પટોળાની ખરીદી અંગે મુકેશભાઈએ જણાવ્યું કે, મુંબઈના પેડર રોડ પર આવેલ ફ્લેટમાં 'પ્રભુ કુંજ' નામે તેમનું નિવાસસ્થાન આવેલું છે. પ્રથમ વખત તેમણે પટોળું મુંબઈ સ્થિત રહેલા ફ્લેટમાં પડોશીના ઘરે જોયું અને ત્યાંથી તેમણે સંપર્ક કર્યો અને પટોળું લઈને મને મુંબઈ આવવા કહ્યું હતું. જણાવેલ સરનામે હું પહોંચ્યો ત્યારે લતા મંગેશકરના બહેન આશાબેને મને આવકાર્યો હતો. આ પળ મારા માટે ખૂબ જ રોમાંચક રહી.

 

પટોળામાં પણ ખાસ ફરમાઈશ રહેતી લતા મંગેશકરની 

લતા મંગેશકર જે પટોળુ મંગાવતા તેમાં પણ તેમની ફરમાઈશ રહેતી હતી. તેઓ પ્લેન પટોળુ જ પહેરવાનું પસંદ કરતા. આ અંગે મુકેશ ભાઈ વીટીવીને જણાવે છે કે, લતાજીની સૂચના રહેતી કે બોર્ડર અને પાલવમાં કોઈપણ પ્રકારની ડિઝાઈન કરવાની છૂટ છે, પરંતુ સાડી એકદમ પ્લેન જ રાખવી. 

 

ભારત ભૂષણ તથા ભારત રત્ન એવોર્ડ વખતે પહેર્યું હતું સુરેન્દ્રનગરનું પટોળુ

પટાળુ પહેરવાના શોખીન લતા મંગેશકરને જ્યારે મુકેશભાઈ પટોળુ આપવા ગયા ત્યારે 51,000 રૂપિયાનો ચૅક આપતા લતાજીએ મુકેશભાઈને કહ્યું-કોઈને આ ચૅક બતાવજો અને કહેજો હું તમારી બનાવટના પટોળા પહેરું છું. તો એક વાત આલેખવી જ રહી કે, જ્યારે લતા મંગેશકર ભારત ભૂષણ એવોર્ડ સ્વીકારવા ગયા ત્યારે તેમણે મુકેશભાઈએ તૈયાર કરેલ પટોળુ પહેર્યું હતું. આ ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ જોવા મળી રહ્યો છે.  

 

 

Download Our B K News Today App



Related News