૧૫ દિવસમાં પેટ્રોલના ભાવમાં સવા બે રૂપિયાનો ઘટાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-27 17:35:12
  • Views : 445
  • Modified Date : 2020-01-27 17:35:12

પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ઘટી રહ્યા છે અને તે છેલ્લા બે મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા છે. જેમાં આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવના ઘટયા છે અને તમામ શહેરોમાં પેટ્રોલના ભાવ સરેરાશ ૧૫ પૈસા અને ડીઝલમાં ૨૫ પૈસા ઘટયા છે. આમ ચીનમાં કોરોનાના કહેરના કારણે વિશ્વભરમાં ક્રુડના ભાવ ૭ ટકા જેટલા તૂટયા છે.જેના કારણે પેટ્રોલ-ડીઝલના  ભાવ ઘટી  રહ્યા છે જોકે ભાવ ઘટે તે અર્થતંત્ર માટે સારૂ છે. આજે ક્રૂડનો ભાવ ઘટીને ૫૯.૫૭ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે. આમ ચીનમાં ક્રૂડની  ડીમાન્ડ ઘટી જતા ભાવ ઘટી રહ્યા છે. આમ છેલ્લા ૧૫ દિવસમાં પેટ્રોલ સવા બે રૂપિયા  સસ્તુ થયુ છે. આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૩.૭૧, મુંબઈ  ૭૯.૩૨, કોલકતા ૭૫.૩૩, અમદાવાદ ૭૧.૦૭ છે. ડીઝલનો ભાવ અનુક્રમે ૬૬.૭૧, ૬૯.૯૩, ૬૯.૦૭ અને ૬૯.૭૯ રહ્યો છે.

Download Our B K News Today App



Related News