દિયોદરના ધ્રાડવ નર્મદા કેનાલમાંથી અજાણી મહિલા-પુત્રની લાશ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-12 11:23:56
  • Views : 472
  • Modified Date : 2019-07-12 11:23:56

બનાસકાંઠા નર્મદા કેનાલમાં લાશો મળવાનો સિલસિલો ચાલુ છે. ત્યારે આજે દિયોદરના ધ્રાડવ નર્મદા કેનાલમાં એક મહિલા અને બાળકની લાશ તરતી હોવાનું સ્થાનિક લોકોએ દિયોદર પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસે સ્થળ ઉપર દોડી જઈ સ્થાનિકો તરવૈયાની મદદ લઈ બન્ને લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેમાં બન્ને લાશ માતા-પુત્રની હોવાનું દેખાઈ રહ્યું છે. લાશ અંગે કોઈ ભાળ ન મળતા પોલીસ બન્ને  લાશને દિયોદર રેફરલ
હોસ્પિટલ ખાતે લાવી લાશને પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી. જે અંગે દિયોદર પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય એ છે કે મૃતક
બન્ને લાશ માતા-પુત્રની હોવાનું લોકો અનુમાન લગાવી રહ્યા છે. ત્યારે બન્નેની લાશની ઓળખ થયા પછી સત્ય હકીકત બહાર આવશે કે કયા કારણસર માતા-પુત્રએ કેનાલમાં મોતની છલાંગ  લગાવી.

Download Our B K News Today App



Related News