ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશના આ રાજ્યોમાં જન્મદરમાં મોટી અસમાનતા, છોકરીઓનો જન્મદર ઘટ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-04 12:49:44
  • Views : 220
  • Modified Date : 2022-05-04 12:49:44

ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશના આ રાજ્યોમાં જન્મદરમાં મોટી અસમાનતા, છોકરીઓનો જન્મદર ઘટ્યો

 

ભારતના રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈંડિયાએ જન્મ રજીસ્ટ્રર્ડને લઈને પોતાના આંકડા રજૂ કર્યા છે. તેમના દ્વારા આપવામા આવેલા આંકડા અનુસાર બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 2020માં છોકરીઓની તુલનામાં છોકરાઓના જન્મમાં ઘણુ મોટુ અંતર નોંધાયું છે. રજીસ્ટર્ડ જન્મના લૈંગિક વર્ગીકરણથી જાણવા મળે છે કે, વર્ષ 2020માં જન્મ બાદ રજીસ્ટર્ડ કરવામાં આવેલી છોકરીઓની સંખ્યામાં છોકરાઓથી લગભગ 4 ટકા ઓછું છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં જન્મ રજીસ્ટર્ડ મામલામાં ઘણુ મોટુ અંતર છે. 

RGIના રિપોર્ટ વર્ષ 2020 માટે નાગરિક રજીસ્ટર્ડ સિસ્ટ્મ પર આધારિત મહત્વપૂર્ણ આંકડામાં કહેવાયુ છે કે, ભારતમાં 2020માં કુલ 2,42,22,444 બાળકોનો જન્મ થયો હતો, જેમાંથી 1,25,96,700 (52 ટકા ) છોકરાઓ અને 1,16,24,933 (48 ટકા) છોકરીઓ છે. તો વળી આંકડાઓથી ખબર પડે છે કે, 2020માં બિહારમાં પ્રતિ લાખ જનસંખ્યાામં 1600.8 છોકરાઓની સરખામણીએ 1443.8 છોકરીઓનું જન્મ રજીસ્ટર્ડ કરવામા આવ્યા છે. 

 

જોઈ લો મુખ્ય રાજ્યોની હાલત

તો વળી મધ્ય પ્રદેશમાં 2020માં પ્રતિ લાખ વસ્તીમાં 867.7 છોકરાઓની સરખામણીએ 785.9 છોકરીઓ રજીસ્ટર્ડ કરવામાં આવી છે. ગુજરાતમાં 577.8 છોકરાની જન્મની તુલનામાં 525.4 છોકરીઓ રજીસ્ટર્ડ થઈ છે. હરિયાણામાં 309.7 છોકરાની સરખામણીમાં 282.1 છોકરીઓ જન્મી છે. ઝારખંડમાં 339.2 છોકરાની સરખામણીએ જન્મની તુલનામાં 309.2 છોકરીઓ નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં 895 છોકરાના જન્મની સરખામણીએ 817 છોકરીઓ નોંધાઈ છે. 

શું છે યુપી અને રાજસ્થાનની સ્થિતિ

ઉત્તર પ્રદેશમાં 2524.0 છોકરાઓની સરખામણીએ 2330.1 છોકરીઓના જન્મ અને રાજસ્થાનમાં 977.3 છોકરાઓની સરખામણીએ 892.0 છોકરીઓનો જન્મ નોંધાયો છે. બીજી બાજૂ મૃત્યુ રજીસ્ટર્ડ કેસમાં બીજા પુરુષ રજીસ્ટર્ડ ભાગમાં મહિલાની સરખામણીમાં લગભગ 20.4 ટકા વધારે છે. RGIના રિપોર્ટમાં અનુસાર વર્ષ 2020માં દેશમાં 81.2 લાખ લોકોના મોત થયા છે. અને આ આંકડા 2019ની સરખામણીએ 6.2 ટકા વધારે છે. જ્યારે દેશમાં 76.4 લાખ લોકોના મોત થયા હતા. વર્ષ 2020માં જ્યારે દેશમાં પહેલી વાર કોવિડ 19ની લહેર શરૂ થઈ હતી, ત્યારે મહામારીને કારણે્ 1.48 લાખ લોકોના મોત થયા હતા. 

 

Download Our B K News Today App



Related News