ખોટા નામે જમીન પચાવી બીજાને વેચી દેનારા ભૂમાફિયાઓની હવે ખેર નથી, 7 વર્ષ કેદની સજા થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-09 13:04:02
  • Views : 386
  • Modified Date : 2020-09-09 13:04:02

        લોકોની ખોટા નામે જમીન પચાવી પાડીને બીજાને વેચાણ કરનાર ભૂમાફિયા તત્વો સામે વિધાનસભામાં સુધારા વિધેયક મુકાશે. તેના અંતર્ગત 7 વર્ષની કેદ અને મિલકતની બજાર કિંમત જેટલા દંડનું કડક સજાની જોગવાઈ કરાઈ છે. . જેને પગલે મિલકત ધારકો, સામાન્ય લોકો અને ખેડૂતના હકનું રક્ષણ થશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સામાન્ય નાગરિક, ખેડૂત કે સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે જાહેર ટ્રસ્ટો-ધર્મસ્થાનકોની માલિકીની જમીન-મિલ્કત છેતરપિંડીથી હડપ કરનારા ભૂમાફિયા તત્વો સામે સખ્ત હાથે કામ લેવાનો અડગ નિર્ધાર કર્યો છે. આ માટે દસ્તાવેજ નોંધણી કામગીરી ચોકસાઇપૂર્ણ, પારદર્શી અને ભુલચૂક વગરની સરળ બનાવવા ભારતીય રજીસ્ટ્રેશન અધિનિયમ 1908ની કેટલીક જોગવાઇઓમાં સુધારા સૂચવતું ગુજરાત સુધારા વિધેયક 7/2020 જે વિધાનસભામાં મૂકાયું છે. તે આગામી વિધાનસભા સત્રમાં ચર્ચાને અંતે મંજૂર કરી કાયદો બનાવવાનો નિર્ણય કર્યો છે.છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે રાજ્યમાં આર્થિક, સામાજીક અને વ્યાપારી અને ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જરૂરી માળખું ઉભુ કરવા જમીનની માંગમાં પણ ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થતાં જમીનના બજાર મુલ્યમાં વધારો થયો છે. ત્યારે જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા આ પરિસ્થિતિનો લાભ લઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી નાગરિકોની, ખેડૂતોની કે રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપિંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી ગેરકાયદેસર કબ્જો જમાવી લે છે. કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપણું કરી આવી જમીન પચાવી પાડી અન્યોના નામે તબદીલ કરાવી, વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. આ બધી જ પ્રવૃત્તિઓને ડામી દેવા તેમજ મિલ્કતના કાયદેસરના અને સાચા માલિકના હિત જાળવવા હવે આવી મિલ્કતોના દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયાઓ સરળ, પારદર્શી અને ટેક્નોલોજીયુકત ઓનલાઇન બનાવાશે.

Download Our B K News Today App



Related News