આર્થિક મંદી હાહાકાર સર્જે છે, ફક્ત એક સેક્ટરમાં 35 લાખ લોકો બેકાર થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 14:03:57
  • Views : 483
  • Modified Date : 2019-11-20 14:03:57

દેશમાં ધીમી પણ મક્કમ ગતિએ આર્થિક મંદી પગપેસારો કરી રહી હતી. મોટી મોટી કંપનીઓ સિનિયર અને અનુભવી કર્મચારીઓને રજા આપીને ફ્રેશર્સને લઇ રહી હોવાના અણસાર મળ્યા હતા.એક સર્વે મુજબ 2014થી આજ સુધીમાં કુલ 35 લાખ લોકોએ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરી ગુમાવી હતી. જીડીપી વધવા છતાં બેકારી ઘટતી નથી. છેલ્લાં થોડાં વરસોના આંકડા જોતાં ખ્યાલ આવે છે કે બેકારી રેકોર્ડરૂપ વધી રહી હતી.મોખરાની  આઇટી કંપનીઓ, ઓટો કંપનીઓ અને બેંકો કઇ રીતે કર્મચારીઓની છટણી કરવી એના ઉપાયો શોધી રહી હતી. ખાસ કરીને વચલા તબક્દકાના અને શિનિયર લેવલના કર્મચારીઓની નોકરી વધુ જોખમમાં હતી. લગભગ દર  ત્રિમાસિક રિપોર્ટમાં બેકારી સતત વધી રહ્યાના અને આર્થિક મંદી બેફામ થઇ રહી હોવાના અહેવાલ મળતા હતા.  આ પરિસ્થિતિ અરાજકતા અને અપરાધો સર્જે એવી થઇ રહી હતી.

Download Our B K News Today App



Related News