પાંથાવાડાના ઝાત ગામે કુવામાંથી મોરને બચાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 16:25:42
  • Views : 535
  • Modified Date : 2020-07-11 16:25:42

દાંતીવાડા તાલુકાના ઝાત ગામે શુક્રવારે બપોરના સમયે 100 ફૂટ ઉંડા અવાવરું કૂવામાં રાષ્ટ્રીય પક્ષી મોર પડી ગયો હતો. ગામના લોકોને આ અંગેની જાણ થતાં સમાજ સેવાભાવી દિનેશભાઇનો સંપર્ક કરતાં તેમણે પાંથાવાડા વનવિભાગને જાણ કરતાં વનવિભાગની ટીમ ઝાત ગામમાં પહોંચી હતી. વનવિભાગની ટીમના એક કર્મચારી કૂવામાં ઉતરીને મોરનું પોણો કલાક રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશનમાં પાંથાવાડા વનવિભાગના ફોરેસ્ટર મહેન્દ્રસિંહ વાઘેલા, ભાથીજી સોલંકી, સુરેશભાઈ ચૌધરી, કૃષિકાબેન પટેલ, આંબજી રાજપૂત, રાવતસિંહ ઉમટ પણ હાજર હતા.

Download Our B K News Today App



Related News