હડકાયા કુતરાએ બાળકનું મોઢું ફાડી ખાતાં સારવાર અર્થે ખસેડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-24 17:17:33
  • Views : 772
  • Modified Date : 2020-01-24 17:17:33

હડકાયા કુતરાએ બાળકનું મોઢું ફાડી ખાતાં સારવાર અર્થે ખસેડાયો

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના વાસડા ગામે ગુરૂવારે હડકાયા કુતરાએ ચાર બાળકો ઉપર હુમલો કર્યો હતો. જે પૈકી એક બાળકનું મોઢું ફાડી ખાધુ હતુ. જ્યારે બીજાને ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી જેથી બંનેને પાલનપુર સિવિલ હોસ્પિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે બાળકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના વાસડા ગામે બનેલી ઘટનાની વિગતો એવી છે કે, એક કુતરાને હડકવા ઉપડ્યો હતો. જે દોડાદોડી કરી ગામમાં રહેતા કાળુરામના ચાર વર્ષના પુત્ર સંદિપનું મોઢુ ફાડી ખાધુ હતુ. તેમજ અન્ય એક બાળકને ગુપ્તભાગે કરડી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સંદિપની હાલત વધુ ગંભીર જણાતા અમદાવાદ સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે કાળુભાઇએ જણાવ્યું હતુ કે, કુતરાએ ગામમાં અન્ય ચારથી વધુ બાળકોને નિશાન બનાવ્યા છે. જેનાથી ગ્રામજનોમાં ફફડાટ પ્રસરી ગયો છે.


Download Our B K News Today App



Related News