દાંતામાં કૂતરા તીર મારતાં આરપાર નીકળી ગયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 12:40:51
  • Views : 668
  • Modified Date : 2020-07-01 12:40:51

 દાંતામાં કૂતરા પર અજાણ્યા વ્યક્તિઓએ તીર મારતાં લોખંડનો સળિયો તેના ખભાના ભાગના હાડકાની આરપાર નીકળી ગયો હતો. જેને સ્થાનિક લોકોએ બહાર નીકળવાની કોશિશ કરતા તે તૂટી જતા તેનો અમુક ભાગ કૂતરાના શરીરમાં જ રહી ગયો હતો. ત્યાર બાદ જીવદયા પ્રેમીઓ તેને તાત્કાલિક પાલનપુર ખાતે ક્લિનિક પર લઈ આવતા અહીંની ટીમે ઓપરેશન કરી સળિયો બહાર નીકળ્યો હતો અને સમયસર સારવાર આપતા હાલ કૂતરો સ્વસ્થ હાલતમાં છે. ડોક્ટર પ્રતીક પંચાલ જણાવ્યું હતું કે "દાંતામાં કોઈ વિકૃત શખ્સે જ આ પ્રકારનું કૃત્ય કર્યું હોઈ શકે. તેના પેટમાંથી સળીયો કાઢી નાખવામાં આવ્યો છે ટાંકા લેવાયાં છે. હાલ તેની હાલત સ્થિર છે. "

Download Our B K News Today App



Related News