પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIના કચ્છ કનેક્શનનો ઘટસ્ફોટ, મુંદ્રામાંથી શખ્સ જબ્બે, NIAએ પૂછપરછ શરૂ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 15:10:16
  • Views : 446
  • Modified Date : 2020-08-31 15:10:16

        ભારતની આંતરીક શાંતીને ડહોળવાના મલીન પ્રયાસોમાં રત હોવાનું અનેક વાર સામે આવી ચુક્યુ છે તે પાકિસ્તાનની જાસુસી એજન્સી ઈન્ટર સર્વિસીઝ ઈન્ટેલીજન્સ (ISI) સાથે કચ્છના મુંદ્રા સ્થિત વ્યક્તિનું સીધુ કનેક્શન હોવાનું ભારતની નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) એ સતાવાર રીતે કરાર કરીને ઘટસ્ફોટ કર્યો હતો. મુંદ્રાના આરોપી શખસના ઘરે બે દિવસ પહેલા એનઆઈએની ટીમે તપાસ કરીને તેનો મોબાઈલ સહિતના સંદિગ્ધ દસ્તાવેજો જપ્ત કર્યા હતા. સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું કે અગાઉ ગત એક મહિનામાં ટીમે ત્રણેક વાર આવીને પૂછપરછ અને તપાસ કરી હતી.ગુરુવારના રોજ એનઆઈએની ટીમે કચ્છના મુંદ્રામાં બસ સ્ટેશન પાસે આવેલા કુંભારવાસ વિસ્તારમાં રહેતા રજાકભાઈ સુમારભાઈ કુંભારના ઘરમાં શોધખોળ આદરી હતી. એક એક ઈંચ અને દરેકે દરેક સામગ્રીની કલાકો સુધી તપાસ કર્યા બાદ ટીમે મુખ્ય આરોપી રજાકનો મોબાઈલ જપ્ત કરીને પૂછપરછનો દોર આરંભ્યો હતો. સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, રજાકના ઘરમાંથી સંદિગ્ધ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ટીમે તેનો મોબાઈલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. રજાકની સંડોવણીના તારની મળવાની શરુઆત ત્યારે થઈ હતી જ્યારે વારાણસીથી યુપીની એટીએસ ટીમે રશીદ નામના શખસને પકડ્યો હતો. જેણે પાકિસ્તાનની જાસુસી એજન્સીને કાશીના ઘાટ, સુરક્ષા એજન્સીઓની સ્થિતિ સહિતના ફોટોગ્રાફ્સ મોકલ્યા હોવાનું સામે આવ્યું હતું. તેના પેટીએમ એકાઉન્ટમાં 5 હજાર રૂપિયા આવ્યા હતા, જેના સોર્સની તપાસ કરતા તે કચ્છના મુંદ્રામાં રહેતા રજાકે આઈસીઆઈના કહેવાથી, તે માહિતીના બદલામાં ચુકવણાના રુપે મોકલ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. કચ્છના કોઇ વ્યક્તિ આઈએસઆઈના ઈશારે કામ કરી રહ્યાની બાબત સામે આવતા કચ્છની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને આ દિશામાં તમામ સંભાવનાઓ તરફ તપાસનો દોર આરંભાયો હતો.મુંદ્રાના કુંભારવાસમાં રહેતો અંદાજે 26 વર્ષીય રજાકના પહેલા સ્થાનિક લગ્ન થયા હતા, પણ તેમાં સફળતા મળી નહતી. તેના ફઈ, કાકા સહિતના સગા સબંધીઓ પાકિસ્તાનમાં રહેતા હોવાથી તેનું અવાર નવાર પાકિસ્તાન જવાનું રહેતું હતું. સુત્રોએ જણાવ્યું હતું કે ગત પાંચેક વર્ષેમાંજ તે ત્રણેક વાર પાકિસ્તાન ગયો હતો. જ્યાં પોતાની ફઈની પુત્રી સાથે તેણે લગ્ન કર્યા હતા. પરંતુ ત્યારબાદ તેને ભારત લાવવામાં પડી રહેલી તકલીફોના કારણે તેને તલાક આપી દીધો હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.ઉતરપ્રદેશના મુઘલ સેરાઈમાં રહેતા રશીદ ઈદ્રીશ નામક શખસને પહેલા એટીએસ ત્યારબાદ એનઆઈએ દ્વારા તપાસ કરીને અટક કરાઈ હતી. તપાસમાં ખુલ્યું હતું કે તેની કરાંચીમા રહેતી માસીના ઘરે તે 2018 બાદ ગયો હતો જ્યાં તેની મુલાકાત પાકિસ્તાની જાસુસી એજન્સી અને તેના હેંડલર્સ સાથે થઈ. જેમના ઈશારે રશીદે મહત્વપુર્ણ સ્થાનો, ભારતીય સેના અને સીઆરપીએફ કેંપ સહિતના વિસ્તારોની રેકી કરીને તેના ફોટા અને વીડીઓને પાકિસ્તાની આઈએસઆઈના હેંડલરને મોકલી આપ્યા હતા. જેના બદલામાં તેને 5 હજાર રૂપિયા પેટીએમ થકી મળ્યા હતા, જે પહેલા રીઝવાન, અને તેને કચ્છના મુંદ્રામા રહેતા રજાક થકી આવ્યું હોવાનું અને તે આઈએસઆઈના ઈશારેજ થયું હોવાનું ખુલવા પામ્યું છે.

Download Our B K News Today App



Related News