કોથળામાંથી યુવકની લાશના ટુકડા મળ્યા: માથુ હાથના પંજા ગાયબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 14:13:29
  • Views : 545
  • Modified Date : 2019-11-07 14:13:29

યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને  શરીરના ટુકડા કરીને કાથળામાં પેક કેરેલી લાશ અસલાલી ગામની સીમમાંથી મળી આવી હતી. પોલીસે તપાસ કરતા હાથના પજા અને માથુ ગાયબ મળી આવ્યું ન હોવાથી હત્યાનું રહસ્ય ઘુટાઇ રહ્યું છે.  મહત્વની વાત એ છે કે હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા અને મૃતકની ઓળખ છુપાવવા માટે પ્રયાસ કર્યો છે.અસલાલી ગામની સીમથી સરદાર પટેલ રિંગ રોડ પર  હાથીજણ સર્કલ તરફ જવાના માર્ગ ઉપર તા. ૪ના રોજ બે  પ્લાસ્ટીકના કોથળા મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસને જાણ પોલીસ તપાસમાં કોથળામાંથી યુવકની લાશના ટુકડા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં મૃતક  યુવકના બે હાથના પંજા અને માથુ મળી આવ્યું ન હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ૨૫થી ૩૫  વર્ષની ઉંમરના યુવકની લાશ હતી અને ગુપ્તાગના ભાગે સુન્નત કરેલુ હોવાનું બહાર આવ્યું છે.  હત્યારાઓએ મૃતક યુવકની ઓળખ છુપવવા તથા પુરાવાનો નાશ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અં ગે અસલાલી પોલીસે અજાણ્યા શખ્સો સામે  હત્યાનો ગુનો નોધી મૃતક યુવકનું માથુ અને હાથના પંજા શોધવા માટે સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી છે


Download Our B K News Today App



Related News